જાણો ગુજરાત પોલીસની દાદાગીરીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસકર્મીની દાદાગીરીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી દાદાગીરીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાત પોલીસનો નહીં પરંતુ ગ્રેટર નોઈડા ખાતે બનેલી ઘટનાનો વીડિયો છે. આ વીડિયોને ગુજરાત પોલીસ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે…?

એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 22 ઓક્ટોબર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઓ હર્ષ ભાઈ વિડિઓ જોયો…… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી દાદાગીરીનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વીડિયો સાથેના સમાચાર Damdar 24 News દ્વારા 30 એપ્રિલ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગ્રેટર નોઈડા ખાતે એક મહિલા સાથે મારપીટ કરી રહેલા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ અધિકારી દ્વારા આ પોલીસકર્મીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.

અમારી વધુ તપાસમાં અમને આ જ માહિતી અને વીડિયો સાથેના સમાચાર bhaskar.com દ્વારા પણ 6 મહિના પહેલાં પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ આ જ વીડિયો અને માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. zeenews.india.com | navbharattimes.indiatimes.com

ભારત એક્સપ્રેસ નામના એક સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પણ અમને આ જ માહિતી અને વીડિયો સાથેની પોસ્ટ 29 એપ્રિલ, 2025ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાત પોલીસનો નહીં પરંતુ ગ્રેટર નોઈડા ખાતે બનેલી ઘટનાનો વીડિયો છે. આ વીડિયોને ગુજરાત પોલીસ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ગુજરાત પોલીસની દાદાગીરીના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False