રોપ-વેનો વાયરલ વીડિયો વીડિયો કોઈ ખામી કે અસુરક્ષિત પરિસ્થિતિ સાથે સંબંધિત નથી. આ રોપ-વેનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે.

વારાણસી રોપવેનો એક વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, રોપવેનો ગોંડોલા ઝડપથી હલતો જોઈ શકાય છે. વીડિયો સાથે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, જો રોપવે આ રીતે ઝૂલશે તો તે લોકોના જીવન માટે જોખમી બનશે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વારાણસીનો રોપ-વે માણસો માટે ખૂબ જ જોખમી છે તેનો આ વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વારાણસીનો રોપ-વે માણસો માટે ખૂબ જ જોખમી છે તેનો આ વીડિયો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને
સૌપ્રથમ અમને 6 જાન્યુઆરીના રોજ નવભારત ટાઈમ્સ દ્વારા પ્રકાશિત થયેલા એક સમાચાર અહેવાલમાં વાયરલ વીડિયો પર વિગતવાર વાત કરતા લખ્યું છે કે, “રોપવે વહીવટીતંત્રે વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા પણ જારી કરી છે., આ ખાલી ગોંડોલાનો ટ્રાયલ રન છે. સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલા વારાણસી રોપવેના ફૂટેજને સંદર્ભની બહાર રજૂ કરવામાં આવ્યો છે અને તે મૂંઝવણ ફેલાવી રહ્યો છે. આ વીડિયોનો કોઈ ખામી, અસુરક્ષા અથવા નિષ્ફળતા સાથે કોઈ સંબંધ નથી. પરીક્ષણો ઇમરજન્સી બ્રેકિંગ, ઉચ્ચ પવન દબાણ, સેન્સર સક્રિયકરણ અને અન્ય તમામ સંભવિત પરિસ્થિતિઓ હેઠળ સિસ્ટમના સલામત સંચાલનની તપાસ કરે છે. વીડિયોમાં જોવા મળતી પ્રવૃત્તિ કોઈ માળખાકીય, યાંત્રિક અથવા કાર્યકારી ખામી સૂચવતી નથી; તેના બદલે, તે ખાતરી કરવા માટે કરવામાં આવી રહ્યું છે કે રોપવે બધી પરિસ્થિતિઓમાં સંપૂર્ણપણે સુરક્ષિત રીતે કાર્ય કરે છે, અને મુસાફરોની સલામતી ટોચની પ્રાથમિકતા રહે છે.”

આજતકની વેબસાઇટ પર વાયરલ વીડિયો અંગેનો એક ન્યૂઝ રિપોર્ટ પણ પ્રકાશિત થયો હતો. 6 જાન્યુઆરીના અહેવાલમાં જણાવાયું હતું કે, વીડિયો વાયરલ થયા પછી, રોપવેના બાંધકામમાં સામેલ નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડે તેની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે રોપવે સિસ્ટમ નિયમિતપણે ટ્રાયલ રન અને પરીક્ષણમાંથી પસાર થઈ રહી છે. આ પ્રક્રિયાના ભાગ રૂપે, ઇમરજન્સી બ્રેક લગાવીને ગોંડોલાના સ્વિંગ અને હિલચાલની તપાસ કરવામાં આવે છે. આ જ કારણ છે કે વીડિયોમાં કેબિન ઝૂલતા જોવા મળે છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા 6 જાન્યુઆરીના રોજની એક શેર કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી, જેમાં જણાવવામાં આવ્યુ હતું કે, “વારાણસી રોપવે અંગે સોશિયલ મીડિયા પર ફરતો વીડિયો લોકોને ગેરમાર્ગે દોરનારો છે. આ પ્રયોગ કોઈ ખામી દર્શાવતો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર વારાણસી રોપવે પર હાથ ધરવામાં આવી રહેલા કડક સલામતી ઓડિટનો એક ભાગ છે. મુસાફરોની સલામતીએ ટોચની પ્રાથમિકતા છે, જે સુનિશ્ચિત કરે છે કે રોપવે શક્ય તેટલી વહેલી તકે જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવે, જે સલામત અને આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરે.“
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વારાણસીના રોપ-વેનો વાયરલ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે. વારાણસી રોપ-વે પ્રોજેક્ટના ભાગ રૂપે હાલમાં એક ટ્રાયલ ચાલી રહી છે, જ્યાં વિવિધ સલામતી પરિમાણો સામે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, આ ટ્રાયલનો એક વીડિયો ભ્રામક દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fact Check: વારાણસીમાં ગોંડોલા સેફ્ટી ટ્રાયલનો વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


