જાણો પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલના છેલ્લા વીડિયોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલા કપલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલ અને તેમની પત્નીનો આ છેલ્લો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરી રહેલા કપલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વિનય નરવાલ અને તેમની પત્નીનો નહીં પરંતુ આશિષ સહેરાવત અને યાશિકા શર્મા નામના કપલનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 23 એપ્રિલ, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પહેલગામ હુમલામાં નેવી ઓફિસર વિનય નરવાલ શહીદ, છેલ્લો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ. વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલ અને તેમની પત્નીનો આ છેલ્લો વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો આશિષ સહેરાવત નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 24 એપ્રિલ, 2025ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટમાં પ્રાપ્ત થયો હતો. આ વીડિયોમાં આશિષ સહેરાવત અને તેમની પત્ની યાશિકા શર્મા છે. વધુમાં તેમણે કહ્યું છે કે, વાયરલ વીડિયો વિનય નરવાલનો નહીં પરંતુ તેમનો અને તેમની પત્નીનો છે.પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “હે મિત્રો, અમે લાઈવ છીએ અને અમે તાજેતરમાં પોસ્ટ કરેલા એક વીડિયો વિશે વાત કરવા માંગીએ છીએ જેણે કમનસીબે ઘણી નફરત ફેલાવી હતી જેના કારણે અમને તે દૂર કરવાની ફરજ પડી હતી.

દુઃખની વાત છે કે, આ વીડિયોનો ઘણા પેજ અને ન્યૂઝ ચેનલો દ્વારા ખોટો દાવો કરીને દુરુપયોગ કરવામાં આવ્યો હતો કે, આ સ્વર્ગસ્થ વિનય સર અને તેમની પત્નીનો છેલ્લો વીડિયો છે. અમે તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમારા વીડિયોનો દુરુપયોગ કરતા કોઈપણ પેજની જાણ કરવા અમે તમને વિનંતી કરીએ છીએ કારણ કે આ ખરેખર ગંભીર બાબતનો વીડિયો છે.
 

એ જોઈને ખૂબ જ નિરાશા થાય છે કે, પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલો અને પેજ પણ વ્યૂ મેળવવા માટે વણચકાસાયેલ સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે સમાચાર સ્ત્રોતો પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની રહ્યો છે.
Embed –

https://www.instagram.com/p/DIzKFYCyqkS

Archive

અમારી વધુ તપાસમાં અમે આશિષ સહેરાવતની પ્રોફાઇલનો સંપર્ક કર્યો અને તેમને વાયરલ વીડિયો વિશે પૂછ્યું. તેમણે કહ્યું, “અમને મળી રહેલી બધી નફરત પછી અમે ખરેખર વીડિયો હટાવી દીધો છે” અને 14 એપ્રિલ, 2025 ના રોજ રેકોર્ડ કરાયેલ વીડિયોનો સ્ક્રીનશોટ શેર કર્યો. સ્ક્રીનશોટ શેર કરતાં તેમણે કહ્યું, “આ એ વાતનો પુરાવો છે કે, તે 14 એપ્રિલના રોજ અમારા ફોનથી શૂટ કરવામાં આવ્યો હતો.”
Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરી રહેલા કપલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વિનય નરવાલ અને તેમની પત્નીનો નહીં પરંતુ આશિષ સહેરાવત અને યાશિકા શર્મા નામના કપલનો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા વિનય નરવાલના છેલ્લા વીડિયોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas  

Result: False