
તાજેતરમાં સોશિયલ મીડિયા પર બે સિંહો વચ્ચેની લડાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાસણ ગીરના જંગલમાં બે સિંહો વચ્ચે થયેલી લડાઈનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બે સિંહો વચ્ચેની લડાઈનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના ગીરના જંગલનો નહીં પરંતુ સાઉથ આફ્રિકાના મેડિક્વે ખાતેનો છે. આ વીડિયોને ગુજરાતના ગીર જંગલ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 3 એપ્રિલ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,
ગીર સાસણ ના બે ડાલામથ્થા વચ્ચેનો જંગ. બે સિંહો વચ્ચેના જંગ નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાસણ ગીરના જંગલમાં બે સિંહો વચ્ચે થયેલી લડાઈનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 13 માર્ચ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો સાઉથ આફ્રિકાના મેડિક્વે ખાતેનો છે કારણ કે હેશટેગમાં મેડિક્વે જોઈ શકાય છે.
અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો વધુ એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ વીડિયો સાઉથ આફ્રિકાના મેડિક્વે ખાતેનો હોવાની માહિતી આપવામાં આવી છે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આ વીડિયો અંગે સાસણ ગીર ખાતેના RFO સાથે વાતચીત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, આ વીડિયો સાસણ ગીરના જંગલનો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બે સિંહો વચ્ચેની લડાઈનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતના ગીરના જંગલનો નહીં પરંતુ સાઉથ આફ્રિકાના મેડિક્વે ખાતેનો છે. આ વીડિયોને ગુજરાતના ગીર જંગલ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો ગીરના જંગલમાં બે સિંહો વચ્ચેની લડાઈના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
