પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના આણંદ શહેરમાં શ્રી ગણેશ પાણીપુરીનો ગત વર્ષનો છે. હાલનો મુંબઈનો હોવાની વાત તદ્દન ખોટી છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, અમેરિકાની ક્રિકેટ ટીમના ખેલાડીઓ એક લારી પર પાણીપુરી ખાઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વર્લ્ડકપ રમવા આવેલી અમેરિકાની ક્રિકેટ ટીમના ખેલાડીઓએ મુંબઈમાં પાણીપુરી ખાધી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વર્લ્ડકપ રમવા આવેલી અમેરિકાની ક્રિકેટ ટીમના ખેલાડીઓએ મુંબઈમાં પાણીપુરી ખાધી હતી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આણંદમાં આવેલા શ્રી ગણેશ પાણીપુરીના ઓફિશિયલ ઈન્સટાગ્રામ પેજ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 4 ફેબ્રુઆરી 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વીડિયોમાં જોવા મળતી યુએસએની ટીમ છે.
તેમજ પીટીઆઈ ફેક્ટચેક દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેમાં પણ આ વીડિયો આણંદનો હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ. આ વીડિયો મુંબઈનો હોવાની વાત તેમણે પણ નકારી હતી.
તેમજ અમે શ્રી ગણેશ પાણીપુરીના માલિકનો પણ સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ વીડિયો તેમની જ શોપનો છે અને ગયા વર્ષનો છે. અમેરિકાની ટીમના આ ખેલાડીઓ મોડી સાંજે આવ્યા હતા અને ખૂબ જ આનંદથી પાણીપુરી ખાઈ અને ખુશ થયા હતા. આ વીડિયો મુંબઈનુ હોવાનુ તેમણે નકારી કાઢ્યો હતો. આ વીડિયો તેમની જ શોપનો ગત વર્ષનો છે. આ વીડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના આણંદ શહેરમાં શ્રી ગણેશ પાણીપુરીનો ગત વર્ષનો છે. હાલનો મુંબઈનો હોવાની વાત તદ્દન ખોટી છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:Fake News: USA ક્રિકેટ ટીમ દ્વારા હાલમાં મુંબઈ પાણીપુરી નથી ખાવામાં આવી. જૂનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ…
Fact Check By: Frany KariaResult: Misleading


