જાણો દિલ્હીના નવા મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો દિલ્હીની નવી મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીની નવી મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો નહીં પરંતુ મીરા નામની એક અન્ય મહિલાનો છે. આ વીડિયોને રેખા ગુપ્તા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 23 ફેબ્રુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જેને જે કહેવું હોય તે કહે પણ ભુતકાળમાં આપેલા ભોગ નું ફળ તો બી જેપી આપી શકે 🤣🤣. હેપ્પી ભક્તાણીઓ 😂😂😂 રંભા હોહોહોહો વ શંભા હોહોહોહો વ. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો દિલ્હીની નવી મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને આજ વીડિયો @boldmeeraswag નામની એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 12 જાન્યુઆરી, 2025ના રોજ તેના સત્તાવાર એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

અમારી વધુ તપાસમાં અમને આજ મહિલાના ઘણા બધા વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર જોવા મળ્યા હતા. ત્યાર બાદ અમને આજ મહિલાનું સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પણ પ્રાપ્ત થયું હતું. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ મહિલા એક ડિજીટલ વીડિયો ક્રિએટર છે. આ એકાઉન્ટ પર પણ અમને આ મહિલાના ઘણા બધા વીડિયો જોવા મળ્યા હતા.

આજ મહિલાની અમને યુટ્યુબ ચેનલ પણ પ્રાપ્ત થઈ હતી જેના પર પણ અમને આ મહિલાના ઘણા વીડિયો જોવા મળ્યા હતા.

નીચે તમે દિલ્હીની નવી મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને વાયરલ વીડિયોમાં રહેલી મહિલાના ફોટો વચ્ચેના તફાવત જોઈ શકો છો.

Difference between edited photo and original photo of Priyanka Gandhi.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ દિલ્હીની નવી મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો નહીં પરંતુ મીરા નામની એક અન્ય મહિલાનો છે. આ વીડિયોને રેખા ગુપ્તા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો દિલ્હીના નવા મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas  

Result: False