મુનવ્વર ફારૂકીનો માફી માંગતો વીડિયો લોરેન્સ બિશ્નોઈ સાથે સંબંધિત નથી, જાણો શું છે સત્ય….

Communal ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National

સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં તે માફી માંગતો જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુનવ્વર ફારૂકીએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની માફી માંગી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુનવ્વર ફારૂકીએ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની માફી માંગી છે.”

https://vimeo.com/manage/videos/1024629753

Facebook | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ વીડિયોને ધ્યાનથી જોતા જાણવા મળ્યુ કે, મુનવ્વર ફારૂકી તેના એક કાર્યક્રમમાં કોંકણી લોકો પર કરેલા મજાક માટે માફી માંગતો જોવા મળે છે. આ વીડિયોમાં મુનવ્વરે ક્યાંય લોરેન્સ બિશ્નોઈની વાત નથી કરી.

જે ક્લુના આધારે સર્ચ કરતા અમને મુનવ્વર ફારૂકીએ ઓગસ્ટમાં મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ભીડના કામ સાથે વાતચીત કરતી વખતે કોંકણી લોકો પર વિવાદાસ્પદ જોક્સ બનાવ્યા હતા. જ્યારે તે વીડિયો વાયરલ થયો ત્યારે ઘણા લોકોએ તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. બીજેપી નેતા નિતેશ રાણે અને MNS કાર્યકર્તાઓએ પણ મુનવ્વર વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. વધુ માહિતી અહીં અને અહીં વાંચી શકાય છે. 

Navbharat Times | Archive

લોકોની નારાજગી જોઈને મુનવ્વર ફારૂકીએ 12 ઓગસ્ટે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર માફીનો વીડિયો શેર કર્યો હતો.

આમાં તે કહે છે, “હું એક પ્રોગ્રામમાં ક્રાઉડ વર્ક કરી રહ્યો હતો. તેમાં કોંકણનો વિષય આવ્યો. હું જાણું છું કે તલોજામાં કોંકણીઓ રહે છે. કારણ કે મારા ઘણા મિત્રો ત્યાં રહે છે. પરંતુ મેં જે કહ્યું તે સંદર્ભની બહાર હતું. ઘણા લોકોને લાગ્યું કે મેં કોંકણી સમાજની મજાક ઉડાવી છે. પણ એ મારો ઈરાદો બિલકુલ નહોતો. હું હવે એ જ કહેવા માંગુ છું જે મેં ભીડના કામમાં કહ્યું હતું. પરંતુ મેં જોયું કે લોકોની લાગણી દુભાઈ છે. હું એક કોમેડિયન છું અને મારૂ કામ લોકોને હસાવવાનું છે, દુઃખી કરવાનું નથી. તેથી જેમને દુઃખ થયું છે તેમની હું દિલથી માફી માંગુ છું. જેમની લાગણી મારાથી દુભાઈ છે તેની હું માફી માંગુ છું. આ જોક ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. પણ હું તમારા બધાની દિલથી ક્ષમા ચાહું છું.” 

લોરેન્સ બિશ્નોઈના હિટ લિસ્ટમાં મુનવ્વર ફારૂકી કેમ છે?

કેટલાક સમાચાર પત્રો અનુસાર, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા સંકલિત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની હિટ-લિસ્ટમાં બોલિવૂડ કલાકારો, હાસ્ય કલાકારો, રાજકારણીઓ અને વધુનો સમાવેશ થાય છે. જેમાં મુનવ્વર ફારૂકીનું નામ પણ સામેલ છે. વધુ માહિતી અહીં વાંચો.

લોકસત્તાના સમાચાર અનુસાર, લોરેન્સ બિશ્નોઈ ગેંગના કેટલાક સભ્યોએ ગયા મહિને દિલ્હીમાં મુનવ્વરને મારવાનો પ્રયાસ કર્યો હતો. એક વરિષ્ઠ અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે હિટ લિસ્ટ જાહેર થયા બાદ મુનવ્વર ફારૂકીને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

ફારૂકીને નિશાન બનાવવાના ચોક્કસ કારણો હજુ બહાર આવ્યા નથી. “હિન્દુ દેવતાઓની ટીકાથી ગેંગના સભ્યો ગુસ્સે થયા,” એક અધિકારીએ જણાવ્યું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો બે મહિના પહેલાનો છે અને તે લોરેન્સ બિશ્નોઈ સાથે સંબંધિત નથી. મુનવ્વર ફારૂકી વીડિયોમાં કોંકણી લોકો પર અપમાનજનક મજાક કરવા બદલ માફી માંગતો જોવા મળે છે. આ વીડિયો ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)