આરએસએસના સ્થાપકના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સમગ્ર સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં ડો. કેશવરામ બલિરામ હેડગેવાર જેવો દેખાતો વ્યક્તિ મંચ પરથી સંબોધન કરતો જોઈ અને સાંભળી શકાય છે. જે ક્લિપને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “આ વીડિયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક ડો. હેડગેવારના છેલ્લા સંબોધનની વીડિયો ક્લિપ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક ડો. હેડગેવારના છેલ્લા સંબોધનની વીડિયો ક્લિપ છે.”

https://vimeo.com/manage/videos/1023497236

Facebook | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને અમને આ વીડિયો ‘રાકેશ રોશન’ નામની યુટ્યુબ ચેનલ પર મળ્યો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, RSSના પ્રશિક્ષણ અભિયાનને સંબોધવા માટે ડો. હેડગેવારના છેલ્લા ભાષણ પર આધારિત નાટકના ભાગ રૂપે શેર કરવામાં આવ્યો છે.

તેમજ આ નાટકનો અન્ય એક લાંબો વીડિયો પણ યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જે વીડિયોમાં દેખાતા વિઝ્યુલ્સમાં પરથઈ  સ્પષ્ટપણે અનુભવી શકાય છે કે આ વીડિયો એક નાટકનો ભાગ છે ઓરિજનલ વીડિયો નથી.

તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હચુ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે વર્ષ 1925માં નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપના કરી હતી અને 1940માં તેમનું અવસાન થયું હતું.

વાયરલ વિડિયો ક્લિપ એ કલર વિડિયો ક્લિપ છે અને ભારતમાં સૌપ્રથમ કલર ટેલિકાસ્ટ 1982માં શરૂ થયું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, RSSના સ્થાપક ડો. કેશવરામ બલિરામ હેડગેવારના છેલ્લા ભાષણ તરીકે શેર કરવામાં આવી રહેલો વીડિયો વાસ્તવમાં તેમના જીવન પર આધારિત નાટકનો ભાગ છે. આ નાટકની ક્લિપને તેમના વાસ્તવિક છેલ્લા વીડિયો તરીકે શેર કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)