
વેનેઝુએલાની રાજધાની કારાકાસ પરના હુમલા અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, સોશિયલ મીડિયા પર એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુએસ ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ સાથે સંબંધિત છે, જેમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને યુએસ લઈ જવામાં આવ્યા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ યુએસ ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ સાથે સંબંધિત છે, જેમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડીને યુએસ લઈ જવામાં આવ્યા હતા.”

Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ વીડિયો @MargoMartin47 નામના એક વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પર મળી આવ્યો હતો, જે 11 જૂન 2025ના રોજ શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
વાયરલ વીડિયો યુએસ સ્પેશિયલ ફોર્સિસનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે એક લશ્કરી કવાયતનો લાગે છે. શોધખોળ કરતાં અમને dvidshub.net વેબ પેજ મળ્યો, જ્યાં વપરાયેલી ફોટો ઓપરેશન સાથે મેળ ખાય છે, અને બતાવવામાં આવેલી ઇમારત વાયરલ વીડિયોમાં દેખાતી ઇમારત જેવી જ છે.
તેમજ તેની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ફોટો 5-12 એપ્રિલ 2024ના રોજ ફોર્ટ લિબર્ટી, નોર્થ કેરોલિનામાં આયોજિત 2024 યુએસ આર્મી સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ કેપેબિલિટી એક્સરસાઇઝનો છે, જેમાં યુએસ આર્મી રેન્જર્સને MH-47 ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને એક ઇમારત પર હુમલો કરવાની તૈયારી કરતા દર્શાવવામાં આવ્યા છે.
અમેરિકાની હાલની કાર્યવાહી
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાર્યવાહીને “હિંમતવાન” કામગીરી ગણાવી હતી જેમાં 3 જાન્યુઆરી, 2026ના રોજ સવારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસને વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં તેમના ઘરેથી પકડવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થઈ રહેલો વીડિયો ‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’નો નથી, પરંતુ ઘણા મહિના જૂનો છે અને તેનો હાલમાં અમેરિકાની કાર્યવાહી દરમિયાનનો નથી. પરંતુ યુએસ સૈન્ય અભ્યાસનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:‘ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્વ’ના નામે યુએસ સૈન્ય અભ્યાસનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


