
ગીરના જંગલમાં વસતા સિંહોની વચ્ચે અંદરો-અંદરો થતા જગડના સમાચાર ઘણી વખત સામે આવે છે. આ ઈનફાઈટની ઘટનામાં ક્યારેક સિંહનું મૃત્યુ પણ થતુ હોય છે. આ વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે સિંહોને લડતા જોઈ શકાય છ. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંહોની લડાઈનો આ વીડિયો ગીરના જંગલનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 26 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સિંહોની લડાઈનો આ વીડિયો ગીરના જંગલનો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને આ વીડિયો africansafarimag નામના ફેસબુક પેજ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ બોત્સ્વાનાના ખ્વાઈમાં મેગોથો કેમ્પસાઇટ્સનો વીડિયો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.”
https://www.instagram.com/africansafarimag/reel/DBYno3eqGZu
તેમજ વધુ સર્ચ કરતા અમને આ જ માહિતી સાથે આ વીડિયો See Africa નામના ઈન્સટાગ્રામ પેજ પર પણ ઉપરોક્ત માહિતી સાથે આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
https://www.instagram.com/see_africa/reel/DKwDe2LI6uE
તેમજ વધુ પડતાલ માટે અમે જૂનાગઢના ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક સાધ્યો હતો. જેમણે જણાવ્યુ હતુ કે, “આ વીડિયો ગુજરાતના ગીરનો નહીં પરંતુ આફ્રિકાનો હોવાનું જણાઈ રહ્યુ છે. આ વીડિયોમાં જોવા મળતા સિંહો ગુજરાતના નહિં પરંતુ આફ્કિતાના સિંહ હોવાનું જણાઈ રહ્યુ છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના ગીરનો નહીં પરંતુ આફ્રિકાના બોત્સ્વાનાના ખ્વાઈમાં મેગોથો કેમ્પસાઇટ્સનો છે. જેમને ખોટી માહિતી સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:બે સિંહ વચ્ચેની લડાઈનો આ વીડિયો આફ્રિકાના જંગલનનો છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
