ખુરશી તોડવાના ફોટા અંગેનો વાયરલ દાવો ભ્રામક છે. વાયરલ થયેલો ફોટો તાજેતરનો નથી, પરંતુ પાંચ વર્ષ જૂનો 2020નો છે.

સોશિયલ મીડિયા પર તૂટેલી ખુરશીઓનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોને 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો છે., આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહી છે કે, “બિહારમાં તાજેતરમાં યોજાયેલી રેલીની છે, જ્યાં તૂટેલી ખુરશીઓ અને ખાલી મેદાન જોવા મળ્યું હતું.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 30 ઓક્ટોબર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બિહારમાં તાજેતરમાં યોજાયેલી રેલીની છે, જ્યાં તૂટેલી ખુરશીઓ અને ખાલી મેદાન જોવા મળ્યું હતું.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગુગલ રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ‘ઉપેન્દ્ર ગુપ્તા પિંડરાવાલા’ અને ‘રૂન્નિસૈદપુર‘ નામના ફેસબુક પેજ પર વાયરલ તસવીર મળી. આ તસવીર 27 ઓક્ટોબર 2020ના રોજ શેર કરવામાં આવી હતી.
જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “નીતીશ કુમાર માટે પ્રચાર કરવા આવેલા નિરહુઆનું બિહારમાં આ રીતે સ્વાગત કરવામાં આવ્યું… આજે બાંકા જિલ્લાના બેલ્હારમાં નિરહુઆની જાહેર સભાની તસવીર, જે જેડીયુ ઉમેદવાર મનોજ યાદવ માટે પ્રચાર કરવા આવ્યા હતા! નિરહુઆ ભૈયા, લોકો તમને ચોર સાથે સ્ટેજ પર નહીં, પણ ટીવી પર જોવાનું પસંદ કરે છે.”
અમને મળેલી માહિતીના આધારે, અમે સંબંધિત કીવર્ડ્સનો ઉપયોગ કરીને ગુગલ પર શોધ કરી. અમને ETV Bharat વેબસાઇટ પરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપના નેતાઓ દિનેશ લાલ યાદવ નિરહુઆ અને રામ કૃપાલ યાદવે બેલ્હાર બ્લોક હેડક્વાર્ટર સ્થિત ઝામા મેદાનમાં JDU ઉમેદવાર મનોજ યાદવના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રેલીમાં મોટી ભીડ એકઠી થઈ હતી. સભાને સંબોધતા નિરહુઆએ કહ્યું કે બિહારના સર્વાંગી વિકાસ માટે NDA ગઠબંધન સરકાર એકમાત્ર વિકલ્પ છે.” જોકે, અમને રિપોર્ટમાં ખુરશી તોડવાનો કે કોઈ ખલેલ પહોંચાડવાનો કોઈ ઉલ્લેખ મળ્યો નથી.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલના બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાનનો નથી. પરંતુ વર્ષ 2020નો પાંચ વર્ષ પહેલાનો છે. આ વીડિયોને હાલના બિહાર ચૂંટણી પ્રચાર સાથે કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:સભાના ગ્રાઉન્ડમાં તૂટેલી ખુરશીઓની આ તસ્વીર હાલના બિહાર ચૂંટણી પ્રચાર દરમિયાનની નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult:Missing Context


