દુબઈ એરપોર્ટ પર હાલમાં થયેલા હુમલા બાદનો વીડિયો નથી…જાણો શું છે સત્ય…

False રાજકીય I Political

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન દ્વારા આસપાસના દેશો પર હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં દુબઈ પર પણ ઘણા હુમલા કરવામાં આવ્યા હતા અને દુબઈ એરપોર્ટ પર પણ હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કોમ્પલેક્ષમાં આગ લાગેલી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દુબઈ એરપોર્ટ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ લાગેલી આગનો વીડિયો છે.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ પર આ જ વીડિયો 5 ઓગસ્ટ 2020ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “5 ઓગસ્ટ 2020ના અજમાનના ફળ અને શાકભાજી માર્કેટમાં ભીષણ આગ લાગી હતી.

તેમજ વધુ સર્ચ કરતા અમને NYOOOZ TV દ્વારા આ જ ઘટનાનો બીજા એંગલથી પ્રસારિત કરવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ વધુ સર્ચ કરતા અમને બીબીસી દ્વારા 5 ઓગસ્ટ 2020ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “દુબઈમાં આગ ફાટી નીકળ્યો: સંયુક્ત આરબ અમીરાતના દુબઈ મેટ્રોપોલિટન વિસ્તારમાં વિશાળ આગની અંદર અજમાન બજાર બળી ગયું.”

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં દુબઈ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદનો વીડિયો નથી, આ વીડિયો વર્ષ 2020માં અજમાનના ફળ અને શાકભાજી માર્કેટમાં ભીષણ આગ લાગી હતી તેનો વીડિયો છે. જેને અત્યારે ખોટા સંદર્ભમાં ફેલાવવામાં આવી રહ્યો છે.

Result Stamp

Title: દુબઈ એરપોર્ટ પર હાલમાં થયેલા હુમલા બાદનો વીડિયો નથી…જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *