જાણો 9 વર્ષે પ્રેગ્નન્ટ થયેલી બાળકીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

Missing Context આંતરરાષ્ટ્રીય I International

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પેટ પર હાથ રાખી રહેલી બાળકીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈસ્લામ ધર્મમાં નાની બાળકી પ્રેગ્નન્ટ થઈ હોવાનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પેટ પર હાથ રાખી રહેલી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ ઈરાકનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 22 નવેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, બીચારી…કેટલી નાની બચ્ચી…પ્રેગનન્ટ!. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈસ્લામ ધર્મમાં નાની બાળકી પ્રેગ્નન્ટ થઈ હોવાનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર punjabi.abplive.com દ્વારા 18 નવેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ઈરાક સરકાર દેશના લગ્ન કાયદામાં સુધારો કરવા જઈ રહી છે, જે અંતર્ગત છોકરીઓ માટે લગ્નની કાયદેસર ઉંમર 18 વર્ષથી ઘટાડીને 9 વર્ષ કરવામાં આવશે, જેથી પુરુષો નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરી શકશે. હવે આ નિર્ણયની આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી ટીકા થઈ રહી છે. આ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી હતી. પોસ્ટમાં લખ્યું છે કે, આ વાયરલ વીડિયો ઈરાકનો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. જેના કારણે હવે દરેક લોકો ઈરાકની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સેંકડો સવાલો ઉઠાવી રહ્યા છે.

ae03e802-d9a8-4887-9dd2-d9123b731f4a.png

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. uttranews.com | newsnationtv.com

અમારી વધુ તપાસમાં અમને આજ માહિતી અને વીડિયો સાથેની ટ્વિટ એક સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા 18 નવેમ્બર, 2024 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પેટ પર હાથ રાખી રહેલી બાળકીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ ઈરાકનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો 9 વર્ષે પ્રેગ્નન્ટ થયેલી બાળકીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas  

Result: Missing Context