વાયરલ ફોટો AAPના ધારાસભ્યના એક વીડિયોનો સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે, જેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

20 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા તેમના નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો. તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને એવું બહાર આવ્યું છે કે આરોપી ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. આ સંદર્ભમાં, ગુજરાતના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની એક તસવીર વાયરલ થઈ રહી છે. તસવીરમાં આ વ્યક્તિને ગોપાલ ઇટાલિયા આરોપી સાથે ઉભા રહેલા જોઈ શકાય છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રેખા ગુપ્તા પર હુમલો કરનાર શખ્સને ગોપાલ ઈટાલિયા સાથે જોઈ શકાય છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ગોપાલ ઇટાલિયાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર મળ્યો વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયો 2 ઓગસ્ટ 2025ના રોજ શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગોપાલ ઇટાલિયા સાથે બીજું કોઈ ઊભું છે. ઉપરાંત, પાછળનું બેકગ્રાઉન્ડ બિલકુલ વાયરલ વીડિયો જેવું જ છે.
તેમજ ઓરિજનલ ફોટો અને વાયરલ ફોટોની તુલના તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને ગોપાલ ઇટાલિયાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ જોવા મળી હતી. ગોપાલ ઇટાલિયાએ ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાને જવાબ આપતા વાયરલ દાવાને નકારી કાઢ્યો છે. તેમણે લખ્યું, “હરીશ ખુરાનાજી, તમને કોઈ પણ ટ્રોલર કરતા વધુ માન નથી, પરંતુ આટલુ સસ્તુ કૃત્ય કરતા પહેલા, તમારે તમારા પિતા મદનલાલ જીના સન્માન વિશે વિચારવું જોઈતું હતું? શું સ્વર્ગસ્થ મદનલાલ ખુરાનાજી તમારા નાના સમયના ભાજપ કાર્યકર કરતાં નીચા હોવાના કૃત્યોને બે રૂપિયા પ્રતિ ટ્વિટના દરે કામ કરતા જોઈને ખૂબ ખુશ થશે? તેમના પુત્રને નાના સમયનો ટ્રોલર બનતો જોઈને તેઓ શું વિચારતા હશે? મારા માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે ધારાસભ્ય બન્યા પછી, મારે તમારા જેવા નીચ ટ્રોલર્સને સમજાવવું પડે છે, પરંતુ તેમ છતાં આ જુઓ; તમે મારા આ જૂના વીડિયોમાંથી કેટલાક સ્ક્રીનશોટ લીધા છે, તેને એડિટ કર્યો છે અને નકલી ફોટા પોસ્ટ કર્યા છે. મુખ્યમંત્રીના પુત્ર હોવા છતાં, શું તમને આવું ઘૃણાસ્પદ કામ કરવામાં થોડી પણ શરમ નથી આવી? હું તમામ મીડિયાને અપીલ કરૂ છું કે આ નાના સમયના ટ્રોલર હરીશ જીના ટ્વિટની ચકાસણી કર્યા વિના સમાચાર ન ચલાવો. મને કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરવાના આરોપી ગોપાલ ઇટાલિયાનો વાયરલ ફોટો એડિટેડ છે. વાસ્તવમાં, વાયરલ ફોટો AAP ધારાસભ્યના એક વીડિયોનો સ્ક્રીનશોટ લઈને તેને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે, જેને હાલ ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:દિલ્હીના સીએમને થપ્પડ મારનાર શખ્સનો ગોપાલ ઈટાલિયા સાથેનો ફોટો એડિટેડ છે… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Altered
