
તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિંદુ સમાજને લગતી એક માહિતી સાથેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર ફક્ત હિંદુ છોકરીઓનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી મુજબ ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર ફક્ત હિંદુ છોકરીઓનું જ રજીસ્ટ્રેશન થવાની માહિતી તદ્દન ખોટી છે. આ વેબસાઈટ પર હિંદુ છોકરાઓનું પણ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. આ દાવાનું ખંડન વેબસાઈટના પ્રોપરાઈટર દ્વારા કરવામાં આવ્યું છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 30 જૂન, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીમાં એવું લખવામાં આવ્યું છે કે, ચેતતા રહેજો
ગોલ્ડન સગાઈ
Golden Sagai નામની વેબસાઇટ છે. જ્યાં ફક્ત હિન્દુ છોકરીઓનું જ registration થાય છે કરોડપતિ વર મળશે ના નામ પર સાવધાન રહેજો . જો એ આટલી જ મોટી company હોય તો રિક્ષા પાછળ જાહેરાત અને મુસ્લિમ એરિયામાં office કેમ રાખી છે ??
શકીલ અહમદ નામે એક મુસ્લિમ માણસ (?) 59 બ્રાહ્મણોને ભેગા કરવા માટે જિલ્લા મુજબનું વોટ્સએપ ગ્રુપ બનાવી રહ્યું છે. કૃપા કરીને કોઈની સાથે જોડાશો નહીં.શકીલ અહેમદ એક મુસ્લિમ સંગઠન છે જે લવ જેહાદ માટે હિન્દુ બ્રાહ્મણ છોકરીઓની માહિતી એકઠી કરે છે.કૃપા કરીને તે બધાને હિન્દુ જૂથમાં ફેલાવો. બધાથી સાવધ રહો watsapp એપ્લિકેશન જૂથ પર, લેખિતમાં, દરેકને જાણ કરો. આ મેસેજ બધા ને ફોરવર્ડ કરો..🙏🏻. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર ફક્ત હિંદુ છોકરીઓનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. જો આ પ્રકારે કોઈ ધર્મના નામે અથવા સાંપ્રદાયિકતાના નામે આ પ્રકારે કોઈ વેબસાઈટ કામ કરતી હોય તો ક્યાંકને ક્યાંક તેની નોંધ લેવાઈ જ હોય. તેથી અમે ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને ક્યાંય પણ આ અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ અમે GOLDENSAGAISHADI.COM નામની વેબસાઈટની મુલાકાત લીધી હતી. જેમાં અમે પ્રેક્ટિકલ કરીને જોયું તો હિંદુ છોકરાઓનું પણ રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. અમને જે તમે પણ જોઈ શકો છો.
GOLDENSAGAISHADI
ત્યારબાદ અમે આ વેબસાઈટના પ્રોપરાઈટર ઈમિત્યાઝ ખાન પઠાણનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે, “આ વેબસાઈટ તેમણે વર્ષ 2018માં અમદાવાદના સીજી રોડ પર શરૂ કરી હતી. પરંતુ ત્યાં જોઈએ તે મુજબ કામ નહિં ચાલતા અમે 1 વર્ષ બાદ તે ઓફિસ બંધ કરી દીધી અને અમારી જૂની ઓફિસે તેને ટ્રાન્સફર કરી હતી. હાલમાં મેં મારી અન્ય એક વેબસાઈટ mandimitao.com શરૂ કરી છે. જેમાં હું મારા વિચારો રજૂ કરૂ છું. જેના કારણે ઘણા લોકો મારો વિરોધ કરી રહ્યા છે અને મને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જો કે, પોસ્ટમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો છે. તેમજ મારા સલાહકારો સાથે વાત કરી અને આ મેસેજ વાયરલ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરીશું”.
પરિણામ
આમ, આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી મુજબ ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર ફક્ત હિંદુ છોકરીઓનું જ રજીસ્ટ્રેશન થવાની માહિતી તદ્દન ખોટી છે. આ વેબસાઈટ પર હિંદુ છોકરાઓનું પણ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. આ દાવાનું ખંડન વેબસાઈટના પ્રોપરાઈટર દ્વારા કરવામાં આવ્યું છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો ગોલ્ડન સગાઈ નામની વેબસાઈટ પર ફક્ત હિંદુ છોકરીઓનું જ રજીસ્ટ્રેશન થતું હોવાની માહિતી સાથેના વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
