
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહિલા પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી રહેલા મુસ્લિમ યુવકોનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંદુ યુવતીઓને હેરાન કરી રહેલા મુસ્લિમ યુવકોને હિંદુ મહિલા પોલીસકર્મી દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો હોવાની વાસ્તવિક ઘટનાનો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે…?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 20 ઓક્ટોબર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કેટલાક મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓને હેરાન કરી રહ્યા હતાં, જેની જાણ થતા હિન્દુ મહિલા પોલીક કર્મીએ તેમને પાઠ ભણાવ્યો હતો. વાઈરલ વીડિયોમાં સાફ જોઈ શકાય છે કે આ લોકો મહિલા પોલીસ સાથે કેવો વ્યવહાર કરી રહ્યા છે, ત્યારે લેડી દબંગને બોલતા સાંભળી પણ શકાય છે કે જો તમે મારી સાથે જ આવું કરો તો અન્ય યુવતીઓનું શું થતું હશે??. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હિંદુ યુવતીઓને હેરાન કરી રહેલા મુસ્લિમ યુવકોને હિંદુ મહિલા પોલીસકર્મી દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો હોવાની વાસ્તવિક ઘટનાનો વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વીડિયોનું લાંબુ સંસ્કરણ Amit Dixit Social Message નામના એક યુટ્યુબ પેજ પર પ્રાપ્ત થયું હતું. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો 21 સપ્ટેમ્બર, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
આ જ પેજ પર અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા પાત્રોના અન્ય વીડિયો પણ જોવા મળ્યા હતા. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે. વધુમાં અમને એક વીડિયોમાં વચ્ચે એક ડિસ્ક્લેમર પણ જોવા મળ્યું હતું જેમાં એવું લખેલું હતું કે, આ બધા જ વીડિયો સ્ક્રિપ્ટેડ છે જે લોક જાગૃતિ અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યા છે.

વધુમાં અમને Beautyof Nature નામના ફેસબુક પેજ પર પણ પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો તેમજ આ જ પાત્રો દ્વારા બનાવવામાં આવેલા અન્ય વીડિયો પ્રાપ્ત થયા હતા.
https://www.facebook.com/share/r/14KmeuBocf1
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો હિંદુ યુવતીઓને હેરાન કરી રહેલા મુસ્લિમ યુવકોને હિંદુ મહિલા પોલીસકર્મી દ્વારા પાઠ ભણાવવામાં આવ્યો હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False


