જાણો કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહિલા પાઈલટ દ્વારા ફાઈટર પ્લેન ઉડાડવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ભારતીય મહિલા ફાઈટર કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહિલા ફાઈટર પાઈલટ દ્વારા ફાઈટર પ્લેન ઉડાડવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતીય મહિલા ફાઈટર પાઈલટનો નહીં પરંતુ અમેરિકાની મહિલા ફાઈટર પાઈલટ મેજર ક્રિસ્ટિન વુલ્ફનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 8 મે, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,
ઓપરેશન સિદ્દુર:

આર્મીની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ બધાનું ધ્યાન ખેંચી લીધું! ભારતીય સ્ત્રી શક્તિના આ સ્વરૂપને સમગ્ર વિશ્વએ જોયું અને પ્રશંસા કરી. ‘સોફિયા કુરેશી’ X પર ટોપ ટ્રેન્ડમાં, દરેક તેનાથી પ્રભાવિત છે.

ભારતીય સેનામાં કર્નલ સોફિયા કુરેશી મૂળ ગુજરાતની છે. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એમ.એસ યુનિવર્સીટી વડોદરામાંથી કર્યું છે. તેમણે આર્મીમાં જોડાતા પહેલાં પી.એચ.ડી. માટે રીએનરોલ પણ કર્યું હતું.

૧૯૯૯માં માત્ર ૧૭ વર્ષની ઉંમરે શોર્ટ સર્વિસ કમિશન હેઠળ ભારતીય સેનામાં જોડાયા. ૨૦૦૬મોં કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી.

૨૦૧૦થી શાંતિ રક્ષા કામગીરી સાથે સંકળાયેલા છે. પુણેમાં યોજાયેલ ૧૮ દેશોના સંયુક્ત લશ્કરી અભ્યાસ ‘ફોર્સ ૧૮’માં ભારતીય સેનાના ૪૦ સભ્યોના દળનું નેતૃત્વ કર્યું .

બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયતમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી તે એકમાત્ર મહિલા લશ્કરી અધિકારી હતા. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ભારતીય મહિલા ફાઈટર કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહનો છે.

Facebook Post

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો 20 સપ્ટેમ્બર, 2021ના ​​રોજ એક યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલ આજ વીડિયોનું એક લાંબુ સંસ્કરણ જોવા મળ્યું હતું. જેના પર લખ્યું હતું કે, “F-35A લાઇટનિંગ|| ડેમો2021 રેનો એર રેસ”.
Embed –

આ વીડિયોના વિવરણમાં લખ્યું છે કે, “શુક્રવાર 17 સપ્ટેમ્બર, 2021. બપોર ખૂબ જ ધુમ્મસવાળી હતી તેથી કેટલાક ફોટા વધુ પડતા ખુલ્લા લાગે છે (મારા મતે). મને સામાન્ય કરતાં વધુ વખત મોટી ભીડ અને ઓવરહેડ પસાર થતા લોકોનો સામનો કરવો પડ્યો જેના કારણે કેટલાક ફોટા પર સ્થિરતા મુશ્કેલ બની ગઈ. મેજર ક્રિસ્ટિન “બીઓ” વુલ્ફને એર કોમ્બેટ કમાન્ડ F-35A લાઈટનિંગનું પ્રદર્શન કરતા જુઓ.

કૃપા કરીને નોંધ લો: આ એક એર શો છે, વાસ્તવિક જીવનની રેસ નથી. જો તેઓ ઇચ્છે તો તેનાથી ઘણી ઝડપથી આગળ વધી શકે છે. ઉતાવળ કરવાનું કોઈ કારણ નથી. તેમને અન્ય શો કલાકારો ટેક્સીવે પરથી ખસી જાય ત્યાં સુધી રાહ જોવી પડી, જે લગભગ દરેક એર શોમાં સામાન્ય છે. જો શરૂઆતની પ્રક્રિયા તમારા માટે ખૂબ લાંબી હોય, તો મેં ઉપર ટાઇમસ્ટેમ્પ આપ્યા છે જેથી તમે જ્યાં જવા માંગો છો ત્યાં બરાબર પહોંચી શકો. આ વિસ્તૃત વીડિયોનો હેતુ પડદા પાછળ જવાનો અને કંઈક એવું બતાવવાનો છે જે તમને મોટાભાગના વીડિયોમાં દેખાતું નથી.

મળતી વિગતો મુજબ, વીડિયોમાં દેખાતી મહિલા પાઇલટનું નામ મેજર ક્રિસ્ટિન બીઓ વુલ્ફ છે. જેને ધ્યાનમાં રાખીને અમે સંબંધિત કીવર્ડની શોધ કરતાં અમને 18 માર્ચ, 2023ના રોજ એક યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલ એક વીડિયો મળ્યો હતો. આ વીડિયોમાં યુએસ એરફોર્સની મહિલા ફાઇટર પાઇલટ મેજર ક્રિસ્ટિન વુલ્ફને બતાવવામાં આવી હતી.

મેજર ક્રિસ્ટિન વુલ્ફનો F-35A ઉડાવતો બીજો વીડિયો નીચે જોઈ શકાય છે.

અન્ય વીડિયો તમે અહીં અને અહીં જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મહિલા ફાઈટર પાઈલટ દ્વારા ફાઈટર પ્લેન ઉડાડવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતીય મહિલા ફાઈટર પાઈલટનો નહીં પરંતુ અમેરિકાની મહિલા ફાઈટર પાઈલટ મેજર ક્રિસ્ટિન વુલ્ફનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *