
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગાંધીનગરની આસ્કા હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં બેદરકારીને લીધે પથરીના દર્દીનું મોત થયું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગાંધીનગરની આસ્કા હોસ્પિટલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે…?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 25 ઓગસ્ટ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગાંધીનગરમાં આશ્કા હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરતા દર્દીનું મોત, પરિવારમાં આક્રોશ. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં બેદરકારીને લીધે પથરીના દર્દીનું મોત થયું તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર લોકાર્પણ નામની યુટ્યુબ ચેનલ દ્વારા 18 મે, 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં પથરીના દર્દી સુરેન્દ્રસિંહ ચૌહાણનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ પર આરોપ લગાવ્યા.
આ જ સમાચાર નિર્માણ ન્યૂઝ દ્વારા પણ 18 મે, 2022ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
વીટીવી ગુજરાતી અને ગુજરાત સમાચાર દ્વારા પણ આ જ સમાચાર 18 મે, 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
અંતમાં અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે આશ્કા હોસ્પિટલનો સંપર્ક કરતાં અમારી વાત બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર આશ્ના શાહ સાથે થતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “આ ઘટના વર્ષ 2022માં આશ્કા હોસ્પિટલમાં બની હતી. પરંતુ હોસ્પિટલની છબી ખરાબ કરવાના ઈરાદે સોશિયલ મીડિયા પર જૂનો વીડિયો ફરીથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં આવી કોઈ જ ઘટના અમારી હોસ્પિટલમાં બની નથી. એ સમયે પણ આ ઘટના અંગે જે કાર્યવાહી થઈ હતી તેમાં હોસ્પિટલની બેદરકારી હોવા અંગેના કોઈ જ આધાર પુરાવા મળ્યા ન હતા.”
ત્યાર બાદ આશ્કા હોસ્પિટલના ક્રિટીકલ કેર વિભાગના ડૉ. દિપેશ વટાણીયા દ્વારા આ ઘટના અંગેની સ્પષ્ટતા કરતો એક વીડિયો અમને મોકલવામાં આવ્યો હતો. જેમાં તેઓ આ ઘટના અંગેની માહિતી આપતાં જણાવે છે કે, “આ ઘટના વર્ષ 2022માં બની હતી. જેનો વીડિયો કોઈ અસામાજીક તત્વો દ્વારા હોસ્પિટલની છબી ખરાબ કરવાના ઈરાદે સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ ઘટના અંગે હોસ્પિટલની બેદરકારીના કોઈ પણ આધારભૂત પુરાવા હોસ્પિટલ વિરુદ્ધ પ્રાપ્ત થયા ન હતા તો આ વીડિયો જૂનો અને તેમાં કરવામાં આવેલો દાવો તદ્દન ખોટો હોવાથી લોકોએ તેના પર વિશ્વાસ કરવો ન જોઈએ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગાંધીનગરની આસ્કા હોસ્પિટલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો ગાંધીનગરની આશ્કા હોસ્પિટલમાં તાજેતરમાં બેદરકારીથી પથરીના દર્દીનું મોત થયું હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult:Missing Context
