
તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોલંબિયા ખાતે થયેલ પ્લેન ક્રેશના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કોલંબિયા ખાતે ક્રેશ થયેલા પ્લેનનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ક્રેશ થયેલા પ્લેનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં કોલંબિયામાં ક્રેશ થયેલા પ્લેનનો નહીં પરંતુ વર્ષ 2022માં કોલંબિયામાં એક પોલીસ પ્લેન ક્રેશ થયું હતું તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, કોલમ્બિયામાં લેન્ડિંગ પહેલા જ પ્લેન ક્રેશ થયું, સાંસદ સહિત 15 લોકોના મોત. સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં કોલંબિયા ખાતે ક્રેશ થયેલા પ્લેનનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ વીડિયો સાથેના સમાચાર aviacionline.com દ્વારા 13 એપ્રિલ, 2022ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, કોલંબિયામાં એક પોલીસ પ્લેન ક્રેશ થયું હતું તેનો આ વીડિયો છે.

ઉપરોક્ત આ જ માહિતી અને વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. nu.cw | aeroin.net | blick.ch
આ જ માહિતી અને વીડિયો સાથેની એક ટ્વિટ એક સત્તાવાર ટ્વિટર દ્વારા 14 એપ્રિલ, 2022ના રોજ કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ક્રેશ થયેલા પ્લેનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરમાં કોલંબિયામાં ક્રેશ થયેલા પ્લેનનો નહીં પરંતુ વર્ષ 2022માં કોલંબિયામાં એક પોલીસ પ્લેન ક્રેશ થયું હતું તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો કોલંબિયા ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult:Missing Context


