
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મરેલા કૂતરાઓનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તેલંગાણામાં 500 જેટલા રખડતા કૂતરા મારી નાખવામાં આવ્યા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મરેલા કૂતરાઓનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો અને તેલંગાણાનો નહીં પરંતુ વર્ષ 2015માં પાકિસ્તાનના કરાચીમાં બનેલી ઘટનાનો છે. આ ઘટનાને ભારત સાથેકોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 16 જાન્યુઆરી, 2026ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, બાંતેલંગાણાના કેટલાક ગામડાઓમાંથી મળેલા આ સમાચાર હૃદયદ્રાવક છે.
એક જ અઠવાડિયામાં સેંકડો રખડતા કૂતરાઓને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા.
આ એ જ કૂતરા હતા જે શેરીઓમાં ફરતા હતા, બાળકો સાથે રમતા હતા અને લોકોના ઘરની બહાર શાંતિથી બેઠા હતા.
કોઈએ તેમને ઝેર આપ્યું, કોઈએ તેમને ઇન્જેક્શન આપ્યું, અને પછી તેમને એવી રીતે ફેંકી દેવામાં આવ્યા કે જાણે તેમનું કોઈ મૂલ્ય જ ન હોય.
શું તેમના જીવનનું કોઈ મૂલ્ય નથી?
આપણે હંમેશા કહીએ છીએ કે આપણે એક સભ્ય સમાજમાં રહીએ છીએ,
પરંતુ જ્યારે નિર્દોષ પ્રાણીઓ સાથે આવું થાય છે, ત્યારે આપણને માણસ હોવા પર શરમ આવે છે.
રખડતા કૂતરાઓ એક સમસ્યા હોઈ શકે છે,
પરંતુ તેમને મારવા એ ઉકેલ નથી.
ઉકેલ સારવાર, રસીકરણ અને યોગ્ય સંભાળ છે.
આજે કૂતરાઓને માર્યા ગયા,
કાલે બીજા પ્રાણીનો વારો આવશે…
અને પછી કદાચ માણસો પણ માણસો માટે ખતરો બની જશે.
જો આપણે આજે નહીં બોલીએ,
કાલે આપણી પાસે પસ્તાવા સિવાય કંઈ બચશે નહીં.
🐾 જીવન બચાવવું એ માનવતા છે, હત્યા નહીં.. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેલંગાણામાં 500 જેટલા રખડતા કૂતરા મારી નાખવામાં આવ્યા તેનો આ ફોટો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગૂગલ રિવર્સ ઈમેજથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટો સાથેની ટ્વિટ એખ સત્તાવાર ટ્વિટર યુઝર દ્વારા 15 ઓગસ્ટ, 2024ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “2021માં પાકિસ્તાને ફક્ત ઝેર આપીને અંદાજે 50,000 કૂતરાઓને મારી નાખ્યા હતા. અખબારોમાં શેર કરાયેલા ફોટોગ્રાફ્સમાં વ્યસ્ત રસ્તાઓ પર સેંકડો કૂતરાઓના મૃતદેહ લાઇનમાં પડેલા જોવા મળ્યા – જે ક્રૂરતાની આઘાતજનક છબી છે. અધિકારીઓની પસંદગીની પદ્ધતિ જેને તેઓ “કૂતરા મારવા” કહે છે તે એ છે કે, આખા શહેરમાં ઝેરી ખોરાકના પાર્સલ છોડી દેવા. પરિણામે, રખડતા કૂતરા, ભૂખે મરતા અને તેમના બચ્ચાને ખવડાવવાનો પ્રયાસ કરતા, રાહદારીઓની નજર સામે ભયંકર રીતે મૃત્યુ પામે છે: પીડાથી આંચકી લેતા, મોંમાંથી ફીણ નીકળતા અને શેરીઓમાં રડતા.”
ઉપરોક્ત પોસ્ટમાં મૂકેલા ફોટોને ધ્યાનથી જોતા તેમાં એક બોર્ડ નજરે પડ્યું હતું જેના પર 0333-2134317 નંબર લખેલો હતો. જેને અમે ગૂગલ પર સર્ચ કરતાં આ નંબર પાકિસ્તાનના કરાચીનો હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને એક સ્પેનિસ વેબસાઈટ પર આ ફોટો પાકિસ્તાનના કરાચીનો જ હોવાની માહિતી સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જે 12 ફેબ્રુઆરી, 2015ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

આજ ફોટો અલગ એન્ગલથી હોય એવા સમાચાર અને માહિતી અમને અન્ય મીડિયા માધ્યમોમાં પણ પ્રાપ્ત થઈ હતી. જે તમે હીં જોઈ શકો છો. nbcnews.com | reuters.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મરેલા કૂતરાઓનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો અને તેલંગાણાનો નહીં પરંતુ વર્ષ 2015માં પાકિસ્તાનના કરાચીમાં બનેલી ઘટનાનો છે. આ ઘટનાને ભારત સાથેકોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો તાજેતરમાં તેલંગાણામાં કૂતરાઓને મારી નાખવામાં આવ્યા હોવાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False


