તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમિત શાહના ભાષણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરદાર પટેલનું અવસાન 1950માં થયું હતું અને અમિત શાહ એવું કહી રહ્યા છે કે, 1960માં સરદાર પટેલે સિંધુ જળસંધિનો વિરોધ કર્યો હતો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમિત શાહના ભાષણ જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ અને અધૂરો છે. વાસ્તવમાં તેઓ 1948માં થયેલા યુદ્ધ વિરામના સંદર્ભમાં બોલી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 14 જુલાઈ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 1950 મા સરદાર પટેલ નુ મૃત્યુ થયું અને આ બુધ્ધિ વગર ના ઓ કહી રહ્યા છે 1960 મા સરદાર પટેલ આકાશવાળી ગયા તો દરવાજા બંધ કરી દીધા સરદાર ને અંદર જતા રોકવામાં આવ્યા.
આ લોકો ફાવે એવું સંસદ માં બોલી જાય તો પણ ચલાવી લેવામાં આવે છે આ ભાજપી ઓ જુઠું બોલવા સિવાય નુ કશું કરતા નથી છે કોઈ પટેલ નો નેતા આની સામે આ ખોટું બોલવા પર આને કશું બોલી શકે…?
આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરદાર પટેલનું અવસાન 1950માં થયું હતું અને અમિત શાહ એવું કહી રહ્યા છે કે, 1960માં સરદાર પટેલે સિંધુ જળસંધિનો વિરોધ કર્યો હતો.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સંસદના ચાલુ ચોમાસુ સત્રનો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 29 જુલાઈ, 2025ના રોજ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ પર વિશેષ ચર્ચામાં ભાગ લેતા યુદ્ધ અંગેની તેની બેવડી નીતિ માટે વિપક્ષની ટીકા કરી હતી. શાહનું આ ભાષણ સંસદ ટીવીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે.
ઉપરોક્ત વીડિયોમાં અમિત શાહે તેમના ભાષણમાં ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન યુદ્ધવિરામની જાહેરાત પર વિપક્ષની ટીકાઓનો જવાબ આપતાં કહ્યું હતું કે, આ દિવસોમાં જેઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, જ્યારે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત મજબૂત સ્થિતિમાં હતું, ત્યારે યુદ્ધવિરામની જાહેરાત શા માટે કરવામાં આવી? તેથી તેમને જણાવવું જરૂરી છે કે, યુદ્ધના ઘણા પરિણામો આવે છે અને તે કરવું કે નહીં તે વિશે વિચારવું પડે છે.
આ પછી તેમણે વિપક્ષના પ્રહારો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, जब भारत की सेना ने पाकिस्तान के हमला करने की क्षमता को छिन्न-भिन्न कर दिया, तब “पाकिस्तान के पास शरण में आने के अलावा और कोई चारा ही नहीं था। – मान्यवर, इसलिए 10 मई को -पाकिस्तान के डीजीएमओ ने भारत के डीजीएमओ को फोन किया और 5:00 बजे हमने इस संघर्ष को विराम किया।”
ત્યાર બાદ તેઓએ વિપક્ષના પ્રહારો પર પલટવાર કરતાં કહ્યું કે,
“मान्यवर ये लोग कल सवाल उठा रहे थे कि इतनी अच्छी पोजीशन में थे आपने युद्ध क्यों नहीं किया। युद्ध के कई परिणाम होते हैं मान्यवर करना, ना करना वो सोच करना पड़ता है। मगर मैं इसी देश के इतिहास से कुछ घटनाएं बताना चाहता हूं। 1948 में, मान्यवर कश्मीर में हमारी सेनाएं निर्णायक बढ़त पर थी। सरदार पटेल ना बोलते रहे, जवाहरलाल नेहरू जी ने एकतरफा युद्धविराम कर दिया। और मान्यवर मैं बड़ी जिम्मेदारी के साथ कहता हूं, मैं इतिहास का विद्यार्थी हूं, पाक ऑक्यूपाइड कश्मीर का अगर अस्तित्व है, तो जवाहरलाल नेहरू जी की यह युद्ध विराम के कारण है। इसका जिम्मेदार जवाहरलाल नेहरू है।”
આગળ, ભૂતકાળની બીજી ઘટનાનો ઉલ્લેખ કરતાં અમિત શાહ કહે છે,
“मान्यवर 1960 में….. (વિપક્ષના હોબાળા પછી, તેઓ ફરીથી 1948ના યુદ્ધવિરામના સંદર્ભમાં સરદાર પટેલનો ઉલ્લેખ કરે છે અને કહે છે, “સરદાર પટેલે વિરોધ કર્યો હતો અને તેમની કાર લઈને ઓલ ઈન્ડિયા રેડિયો પર ગયા હતા. તેમણે કોઈ જાહેરાત કર્યા વિના જ દરવાજા બંધ કરી દીધા હતા.”)
આ પછી અમિત શાહે ફરીથી 1960ની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “मान्यवर 1960 में सिंधु जल पर भौगोलिक व रणनीतिक रूप से हम बड़े मजबूत थे। और उन्होंने सिंधु समझौता क्या करा…80% भारत का पानी पाकिस्तान को दे दिया। मान्यवर 62 के लड़ाई की बात मैं बाद में करुंगा। (19)65 की लड़ाई में हाजीपीर जैसे स्ट्रैटजिक जगह पर हमने कब्जा किया था। (19)66 में उसको लौटा दिया गया। मैं 71 के युद्ध की भी बात करना चाहता हूं। मान्यवर 71 में..कल राजनाथ जी ने भी बताया। पूरे देश ने इंदिरा जी का समर्थन किया। उन्होंने पाकिस्तान के दो टुकड़े कर दिए। बहुत बड़ी विजय थी, भारत की…और सदियों तक भारत इस विजय पर गर्व करेगा। हम सब भी करते हैं। हमें कोई आपत्ति…(नहीं) मगर हुआ क्या मान्यवर युद्ध की विजय की चकाचौंध में क्या हुआ? 92…93000 युद्धबंदी हमारे पास थी। 93000 और 15,000 वर्ग किलोमीटर क्षेत्र पाकिस्तान का हमारे पास था। 93,000 युद्धबंदी उस वक्त की पाकिस्तान की सेना का 42% और 15,000 वर्गकिलोमीटर क्षेत्र….मगर शिमला में समझौता हुआ पाक ऑक्यूपाईड काश्मीर मांगना ही भूल गए। अगर उस वक्त पाक ऑक्यूपाइड कश्मीर मांग लेते…ना रहेगा बांस ना बजती बांसुरी। ये कैंप तोड़ने की जरूरत ना पड़ती साहब आपको हमको मान्यवर।”
અમારી તપાસમાં એ સ્પષ્ટ સાબિત થાય છે કે, 29 જુલાઈ, 2025ના રોજ યોજાયેલી ‘ઓપરેશન સિંદૂર’ પર તેમની વિશેષ ચર્ચા દરમિયાન અમિત શાહે 1948માં પાકિસ્તાન સામેના યુદ્ધ દરમિયાન તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા કરાયેલા યુદ્ધવિરામના સંદર્ભમાં સરદાર પટેલનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી, તેમણે 1960ની સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કોંગ્રેસની બીજી ઐતિહાસિક નિષ્ફળતા તરીકે કર્યો અને આ દરમિયાન જ્યારે વિપક્ષે હંગામો મચાવ્યો, ત્યારે તેમણે 1948ના યુદ્ધવિરામના સંદર્ભમાં પટેલના વિરોધનો ઉલ્લેખ કર્યો અને પછી સિંધુ જળ સંધિના વિષય પર તેમની વાત પૂરી કરી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમિત શાહના ભાષણ જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ અને અધૂરો છે. વાસ્તવમાં તેઓ 1948માં થયેલા યુદ્ધ વિરામના સંદર્ભમાં બોલી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો 1960માં સરદાર પટેલે સિંધુ જળસંધિનો વિરોધ કર્યો હોવાનું કહી રહેલા અમિત શાહના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
