પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જામનગરનો નહીં પરંતુ મહારાષ્ટ્રના નાગપુર શહેરનો છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રસ્તા પર વાહન ચાલકો જઈ રહ્યા છે. પરંતુ આ રસ્તામાં એક કોઈપણ નિશાન વગરનું સ્પીડ બ્રેકર બનાવેલુ છે, જેના કારણે વાહનચાલકો પડતા-પડતા બચી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો જોખમી સ્પીડબ્રેકરનો વીડિયો જામનગર શહેરનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો જોખમી સ્પીડબ્રેકરનો વીડિયો જામનગર શહેરનો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને Gadatimesnow નામના ઈન્સટાગ્રામ પેજ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “નાગપુરના બુર્ડી ફ્લાયઓવર પર રાત્રે એક નવું, ચિહ્ન વગરનું સ્પીડ બ્રેકર સ્થાપિત કરવામાં આવ્યું છે, જે વાહનચાલકો માટે ગંભીર ખતરો ઉભો કરે છે. વીડિયોમાં જોવા મળે છે કે ટ્રાફિક પોલીસને સ્પીડ બ્રેકર વિશે ડ્રાઇવરોને મેન્યુઅલી ચેતવણી આપવી પડે છે, કારણ કે તે અંધારામાં રસ્તા પર દેખાતુ નથી.”
તેમજ વધુ સર્ચ કરતા અમને એનડીટીવી મરાઠીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “નાગપુરમાં ટ્રાફિકને સુગમ બનાવવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવેલ બિરડી ફ્લાયઓવર પરનો સ્પીડ બ્રેકર મુસાફરો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. પુલ પર સ્થાપિત સ્પીડ બ્રેકર ખૂબ મોટો અને અયોગ્ય રીતે બનાવવામાં આવ્યો છે, જેના કારણે તે સલામતીને બદલે અકસ્માતોનું કારણ બને છે.”

નવભારત ટાઈમ્સ દ્વારા પણ આ અંગે માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને નાગપુર હોટસ્પોટ નામના ઈન્સટાગ્રામ પેજ દ્વારા પણ આ વીડિયો શેર કરીને માહિતી આપવામાં આવી હતી કે, “જો તમે પણ બરડી વાલે રોડ પરથી જાઓ છો તો સાવધાન રહો, તમારો અકસ્માત થઈ શકે છે.”
તેમજ વધુ સર્ચ કરતા OBEN News દ્વારા આ સ્થળ પરથી લાઈવ રિપોર્ટિગ કર્યુ હતુ અને સમગ્ર વીડિયો પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના જામનગરનો નહીં પરંતુ મહારાષ્ટ્રના નાગપુર શહેરનો છે. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર જોખમી સ્પીડપ્રેકરનો આ વીડિયો જામનગરનો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


