આ વીડિયો માર્ચ 2025માં પશ્ચિમ બોસ્નિયા અને હર્ઝેગોવિનાના બાંજા લુકામાં વ્ર્બાસ નદી પર રાફ્ટિંગ કરવા ગયેલા લોકો સાથે થયેલા અકસ્માતનો છે. જેને ઋષિકેશના નામે શેર કરવામાં આવી રહ્યો છે.

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો નદીમાં રાફ્ટિંગ બોટ પર સવારી કરી રહ્યા છે, પછી પાણીની તીવ્ર લહેરોને કારણે, બધા બોટમાંથી પડી જાય છે અને પાણીમાં તણાઈ જાય છે. એક વ્યક્તિએ આ આખી ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે,“રિવર રાફ્ટિંગ દરમિયાન બોટ પલટી જવાનો આ વીડિયો રૂષિકેશનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રિવર રાફ્ટિંગ દરમિયાન બોટ પલટી જવાનો આ વીડિયો રૂષિકેશનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 3૦ માર્ચ 2025ના રોજ સર્બિયન ન્યૂઝ આઉટલેટની વેબસાઇટ પર પ્રકાશિત થયેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં વાયરલ વીડિયોના દ્રશ્યો જોઈ શકાય છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બોસ્નિયા અને હર્ઝેગોવિનામાં વહેતી વર્બાસ નદીમાં રાફ્ટિંગ વિશે હતું. આ રિપોર્ટમાં એક વાયરલ વીડિયો પણ હતો જે 29 માર્ચ, 2025 ના રોજ બોસ્નિયા અને હર્ઝેગોવિનાના ફેસબુક એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો.”
તેમજ વધુ સર્ચ કરતા અમને Josic.srecko નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઘટનાનો ઓરિજનલ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં તમે ક્લિયર વિઝ્યુલ જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને Nikola Cuk દ્વારા પણ 30 માર્ચે આ વીડિયો અને તેની સાથે જોડાયેલી કેટલીક તસવીરો શેર કરી હતી અને તેણે RAFTING BUK નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલને પણ ટેગ કર્યું હતું, જે બોસ્નિયા અને હર્ઝેગોવિનાના બાંજા લુકાની એક રાફ્ટિંગ કંપની છે. નિકોલાની આ ફેસબુક પોસ્ટમાં, વીડિયોનું સ્થાન બાંજા લુકા, બોસ્નિયા અને હર્ઝેગોવિના તરીકે પણ ઉલ્લેખિત હતું.
તેમજ રાફ્ટિંગબુક નામની કંપની દ્વારા પણ આ વીડિયોને તેમના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો માર્ચ 2025માં પશ્ચિમ બોસ્નિયા અને હર્ઝેગોવિનાના બાંજા લુકામાં વ્ર્બાસ નદી પર રાફ્ટિંગ કરવા ગયેલા લોકો સાથે થયેલા અકસ્માતનો છે. જેને ઋષિકેશના નામે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર રાફ્ટિંગ દરમિયાન બોટ પલટી જવાનો આ વીડિયો રૂષિકેશનો છે…? જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
