શું ખરેખર ભારત-પાકિસ્તાન બોર્ડર પર દિવાળી તહેવારની ઉજવણીનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National સામાજિક I Social

વર્ષ 2015ના પ્રજાસત્તાક દિન નિમિત્તે બનાવેલો એક વીડિયો તાજેતરમાં દિવાળીના વીડિયો તરીકે વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં દિવાળીના તહેવારના સંદર્ભમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારત-પાકિસ્તાનના સૈનિકો એક બીજાને મળી અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાલમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારત-પાકિસ્તાન બોર્ડર પર હાલમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી તેનો વીડિયો છે.”

Facebook | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર Headlines Today દ્વારા 26 જાન્યુઆરી, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ગણતંત્ર દિવસના અવસર પર ભારતીય સૈનિકોને એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર તેમના પાકિસ્તાની સમકક્ષોનું અભિવાદન કરવાનો મોકો મળ્યો. અમન સેતુ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

આજ વીડિયોને ANI દ્વારા પણ 26 જાન્યુઆરી, 2015 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટમાં મૂકવામાં આવ્યો હતો. 

પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા આજ દ્રશ્યો સાથેની વધુ એક ટ્વિટ પણ ANI દ્વારા કરવામાં આવી હતી.

Archive

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતા સૈનિકોના ફોટો સાથેના સમાચાર news.rediff.com દ્વારા પણ 26 જાન્યુઆરી, 2015 ના રોજ આજ માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

screenshot-news.rediff.com-2021.11.06-21_24_41.png

હવે એ પણ જાણવું જરુરી હતું કે, શું તાજેતરમાં દિવાળી પર્વ પર ભારત-પાકિસ્તાન વચ્ચે મિઠાઈની આપ-લે કરવામાં આવી છે કે કેમ?

અમારી વધુ તપાસમાં અમને ANI દ્વારા 4 નવેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એખ ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ભારતીય સેના અને પાકિસ્તાની સેના દિવાળીના અવસર પર નિયંત્રણ રેખા (એલઓસી) પર તિથવાલ ક્રોસિંગ બ્રિજ પર મીઠાઈની આપ-લે કરે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારત અને પાકિસ્તાનના સૈનિકો દ્વારા મિઠાઈની આપ-લેનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2015 માં ગણતંત્ર દિવસ પર બંને દેશો વચ્ચે મિઠાઈ અને ભેટ-સોગાદની આપ-લે કરવામાં આવી હતી તેનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ભારત-પાકિસ્તાન બોર્ડર પર દિવાળી તહેવારની ઉજવણીનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading