શું ખરેખર લૂંટની ઘટનાનો વીડિયો સાઉથ ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સાઉથ ગુજરાતના કોઈ શહેરનો નહીં પરંતુ રાજસ્થાનની રાજધાની જયપુરનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ દરવાજાની બહાર ઉભા રહીને મહિલા પાસે પાણી માંગે છે અને પાણી પીધા બાદ તે મહિલા પર હુમલો કરે છે અને તેની સાથેના અન્ય બે સાથીઓ આવીને આ મહિલા પર હુમલો કરી તેને લૂંટી લે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મહિલા સાથે લૂંટના બનાવની આ ઘટના સાઉથ ગુજરાતના એક જિલ્લાની છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 28 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહિલા સાથે લૂંટના બનાવની આ ઘટના સાઉથ ગુજરાતના એક જિલ્લાની છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામ પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને News 18 Rajasthanની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જયપુરના ગુનેગારો એટલા નિર્ભય છે કે તેઓ પોલીસ ગણવેશમાં ગુનાઓ કરવા લાગ્યા છે. આ બદમાશો પોલીસનો ગણવેશ પહેરીને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે. હું તમારી સાથે એવી રીતે વાત કરીશ જાણે હું તમને પહેલાથી જ ઓળખું છું.”

તેમજ વધુ સર્ચ કરતા અમને ટાઈમ્સ નાઉ દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, 

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોલીસનો ગણવેશ પહેરેલા લૂંટારાઓની એક ટોળકીએ શહેરના અનેક ઘરોમાં ત્રાટકીને હુમલો કર્યો હતો. જોકે, મંગલમ શહેર વિસ્તારમાં એક ઘરમાં એક બહાદુર મહિલાનો સામનો કર્યા બાદ લૂંટારાઓને ભાગી જવું પડ્યું હતું.

કરધણી અને મંગલમ શહેર વિસ્તારમાં બે ઘરોમાં લૂંટનો પ્રયાસ લૂંટારાઓએ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. મંગલમ શહેરની ઘટનામાં, પોલીસ ગણવેશ પહેરેલા લૂંટારાઓએ એક મહિલા પાસે પાણીનો ગ્લાસ માંગ્યો હતો.

તેણીનું ધ્યાન ભટકાવીને, લૂંટારાઓએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલાએ બહાદુરીથી લડાઈ કરી અને લૂંટારાઓને ભાગી જવાની ફરજ પાડી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.  

Times Now | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે દૈનિક ભાસ્કર, ધ સ્ક્રોલ સહિતના મીડિયા હાઉસ દ્વારા પણ આ અંગે વિષેશ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો સાઉથ ગુજરાતના કોઈ શહેરનો નહીં પરંતુ રાજસ્થાનની રાજધાની જયપુરનો છે. ગુજરાતનો હોવાની વાત તદ્દન ખોટી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર લૂંટની ઘટનાનો વીડિયો સાઉથ ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context