શું ખરેખર ઈઝરાયલના મિસાઈલ હુમલાનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ગત મહિનાથી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તે દરમિયાન ઈરાન દ્વારા ઈઝરાયલ પર મિસાઈલ હુમલા પણ કરવામાં આવ્યા હતા અને ઈઝરાયલ દ્વારા પણ વડતા જવાબની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો વીડિયો છે જેમાં આંતકવાદીઓ બચી ગયા હતા.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાનો વીડિયો છે જેમાં આંતકવાદીઓ બચી ગયા હતા.”

https://vimeo.com/manage/videos/1020124299

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી વીડિયોની શોધ શરૂ કરી હતી. દરમિયાન અમને ગલ્ફન્યુઝનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે 6 ઓગસ્ટ 2023ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “દક્ષિણ સાઉદી અરેબિયાના શારૂરાહમાં હેલ્ટર-સ્કેલ્ટર ચલાવતા રેસ્ટોરન્ટમાં એક ઝડપી કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં રેસ્ટોરન્ટના અગ્રભાગને તોડી પાડ્યો હતો અને કેશિયરને ઈજા થઈ હતી.” 

Gulf News | Archive

તેમજ વધુ સર્ચ કરતા અમને ગલ્ફ ટુડે ન્યુઝના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 5 ઓગસ્ટ 2023ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ વધુ સર્ચ કરતા અમને અલ અરબીયા ન્યુઝના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ જ અકસ્માતનો બીજા એંગલથી લેવામાં આવેલો વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા આંતકવાદી હુમલાનો નહીં પરંતુ સાઉદી અરેબિયામાં એક રેસ્ટોરન્ટમાં સર્જાયેલા અકસ્માતનો વીડિયો છે.  

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)