પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં બાંગ્લાદેશના લોકો ભારતની જીતથી નહીં પરંતુ 10 જૂનના બાંગ્લાદેશની સાઉથ આફ્રિકાની સામે હારથી હતાશ થયા હતા.

26 સેકેન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખુલ્લા મેદાનમાં વિશાળ સ્ક્રિન પર લોકો ક્રિકેટ મેચ જોઈ રહ્યા છે. જે વીડિયોમાં લોકો ક્ષણિક માટે ઉત્સાહમાં આવી જાય છે જ્યારે બીજી જ સેકેન્ડ પર નિરાશ થઈ જાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “T20 વર્લ્ડકપના ફાઈનલમાં છેલ્લી ઓવર દરમિયાનના દ્રશ્યો છે જ્યારે મિલરે હવામાં બોલ ફેક્યો ત્યારે બાંગ્લાદેશના ચાહકો ખુશ થયા હતા પરંતુ કેચ પકડાય જતા તેઓ પરેશાન થઈ ગયા હતા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 03 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “T20 વર્લ્ડકપના ફાઈનલમાં છેલ્લી ઓવર દરમિયાનના દ્રશ્યો છે જ્યારે મિલરે હવામાં બોલ ફેક્યો ત્યારે બાંગ્લાદેશના ચાહકો ખુશ થયા હતા પરંતુ કેચ પકડાય જતા તેઓ પરેશાન થઈ ગયા હતા.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે સંબંધિત કીવર્ડ અને વાયરલ વીડિયોને રિવર્સ ઈમેજના માધ્યથી સર્ચ કરતા અમને 11 જૂન, 2024ના ફેસબુક પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે સાદિક જોમાદ્દર રિફાતે દ્વારા પોસ્ટ કર્યો હતો.
વીડિયોમાં કેપ્શનમાં માહિતી આપવામાં આવી હતી કે, શું બાંગ્લાદેશના ક્રિકેટ ભાઈઓને આ લોકોનો જુસ્સો અને પ્રેમ દેખાતો નથી? જ્યારે અમે વીડિયોના ડિસ્ક્રિપ્શન બૉક્સમાં ચેક કર્યું ત્યારે તેમાં લખ્યું હતું કે “મહમુદુલ્લાહ રિયાદ મેચના અંતે આઉટ થયો અને બાંગ્લાદેશ 4 રને મેચ હારી ગયું.”
જે ક્લુના આધારે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, 10 જૂનના સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે ટી20 વર્લ્ડ કપનો મેચ રમાયો હતો હતો જેમા લો સ્કોરિંગ મેચમાં બાંગ્લાદેશનો 4 રને પરાજય થયો હતો.
તેમજ ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની ની ફાઈનલ મેચ 29 જૂન 2024ના હતી. જેના પરથી સાબિત થાય છે કે, આ વીડિયો ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચનો નહીં પરંતુ 10 જૂનના રોજ બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચ દરમિયાનનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં બાંગ્લાદેશના લોકો ભારતની જીતથી નહીં પરંતુ 10 જૂનના બાંગ્લાદેશની સાઉથ આફ્રિકાની સામે હારથી હતાશ થયા હતા.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની જીતથી બાંગ્લાદેશી ચાહકો નારાજ થયા હતા…? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
