
RBI દ્વારા થોડા સમય પહેલા રૂપિયા 2000ની નોટ પરત ખેચી લેવામાં આવી હતી ત્યારબાદ હાલમાં એક 350 રૂપિયાની નોટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતીય ચલણમાં RBI દ્વારા નવી 350 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Vivek Lavingia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 સપ્ટેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતીય ચલણમાં RBI દ્વારા નવી 350 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી કે આરબીઆઈ દ્વારા આ પ્રકારે કોઈ 350 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હોય.
ત્યારબાદ અમે આરબીઆઈની વેબસાઈટ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, હાલમાં RBI દ્વારા રૂપિયા 1, 2, 5, 10, 20, 50, 100, 200, 500, ની નોટ માન્ય ચલણમાં છે અને લીગલ ટેન્ડરમાં છે.
તેમજ વધુ માહિતી માટે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વર્ષ 2023માં આરબીઆઈ દ્વારા 2000ની નોટ લિગલ ટેન્ડર માંથી પરત ખેંચવામાં આવી હતી. જેમાં 98 ટકા ચલણી નોટો પરત આવી ચુકી હતી.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે આરબીઆઈની અમદાવાદ શાખઆનો સંપર્ક સાધ્યો હતો, ત્યાંથી અમને જાણવા મળ્યુ હતુ કે, આરબીઆઈ દ્વારા હાલમાં આ પ્રકારે કોઈ 350 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી નથી. આ ફેક મેસેજ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આરબીઆઈ દ્વારા 350 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી નથી. આ ભ્રામક મેસેજ ખોટા દાવા સાથે વાયરલ થઈ રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:350 રૂપિયાની વાયરલ થઈ રહેલી નોટ ખરેખર ભારતીય ચલણમાં આવી છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
