જાણો વિંગ કમાન્ડર અભિનંદનના નિવેદન અંગે સમાચારપત્રના વાયરલ ફોટોનું શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં ભારત દ્વારા કરવામાં આવેલી એરસ્ટ્રાઈકના હીરો વિંગ કમાન્ડર અભિનંદનના નિવેદન સાથેના સમાચારપત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિંગ કમાન્ડર અભિનંદને એવું કહ્યું કે, પુલવામા હુમલો ભાજપ દ્વારા રચવામાં આવેલું એક ષડયંત્ર હતું. ચૂંટણી જીતવા માટે પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં સમાચરપત્રનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વાસ્તવમાં આ એક ફેક્ટ ચેક અહેવાલનો ભાગ છે જેને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 8 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વિંગ કમાન્ડર અભિનંદને એવું કહ્યું કે, પુલવામા હુમલો ભાજપ દ્વારા રચવામાં આવેલું એક ષડયંત્ર હતું. ચૂંટણી જીતવા માટે પાકિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો છે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ઈન્ટરનેટ પર કે કોઈ પણ સમાચારમાં વિંગ કમાન્ડર અભિનંદન દ્વારા આ પ્રકારે નિવેદન આપવામાં આવ્યું હોય એવી કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ નહતી.

ત્યાર બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને દેનિક જાગરણના સહયોગી મીડિયા પ્લેટફોર્મ વિશ્વાસ ન્યૂઝ દ્વારા 8 મે, 2019 ના રોજ કરવામાં આવેલો એક ફેક્ટ ચેક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર વિંગ કમાન્ડર અભિનંદન દ્વારા આપવામાં આવેલું જે નિવેદન છે એ તદ્દન ખોટી માહિતી છે. અભિનંદન દ્વારા આ પ્રકારે કોઈ જ નિવેદન આપવામાં આવ્યું નથી. 

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વાયરલ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સમાચરપત્રનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વાસ્તવમાં આ એક ફેક્ટ ચેક અહેવાલનો ભાગ છે જેને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો વિંગ કમાન્ડર અભિનંદનના નિવેદન અંગે સમાચારપત્રના વાયરલ ફોટોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas  

Result: False