જાણો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી લોકોને એવું કહી રહ્યા છે કે, આ તમારું હિંદુસ્તાન નથી. તમારું કામ તો ભારત માતા કી જય અને જય શ્રી રામ કરવાનું છે. આવું કરવાથી તમે ભૂખે મરી જશો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ વીડિયો છે. રાહુલ ગાંધી તેમના નિવેદનમાં વાસ્તવમાં ભાજપના નેતાઓ પર પ્રહાર કરતાં આવું બોલી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 10 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, રાહુલના દીમાગને શું થઈ ગયું છે?. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાહુલ ગાંધી લોકોને એવું કહી રહ્યા છે કે, આ તમારું હિંદુસ્તાન નથી. તમારું કામ તો ભારત માતા કી જય અને જય શ્રી રામ કરવાનું છે. આવું કરવાથી તમે ભૂખે મરી જશો.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો રાહુલ ગાંધીના સત્તાવાર યુટ્યુબ પર 19 ફેબ્રુઆરી, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયોમાં તમે 23.50 મિનિટ પછી રાહુલ ગાંધીના વાયરલ નિવેદનને તમે સાંભળી શકો છે. જેમાં રાહુલ ગાંધી લોકોને એવું કહી રહ્યા છે કે, “તમે રામમંદિરની પ્રણપ્રતિષ્ઠા જોઈ હશે કેવી ધૂમધામથી થઈ. જેમાં તમે કોઈ દલિતને જોયો? તમારી રાષ્ટ્રપતિ અમારી રાષ્ટ્રપતિ આદિવાસી છે તેમને અંદર ના જવા દીધા. તેમનો ચહેરો જોયો તમે? ત્યાં કોઈ કિસાનનો ચહેરો જોયો તમે? કોઈ મજૂરનો જોયો? પછાત વર્ગના લોકોને જોયા ત્યાં તમે? ના… અદાણી જોયો? તેના બાળકો જોયા? અંબાણી જોયો? તેના બાળકો જોયા? તમામ બિઝનેસમેનો જોયા? નરેન્દ્ર મોદી જોયા? અમિતાભ બચ્ચન જોયો? આ એમનું હિંદુસ્તાન છે તમારું છે જ નહીં… તમે વાત ના સમજ્યા… આ તમારું હિંદુસ્તાન છે જ નહીં… તમારું કામ ભારત માતા કી જય… તમારું કામ જય શ્રી રામ… તેમનું કામ પૈસા ગણવાનું… તેમનું કામ પ્રાઈવેટ વિમાનમાં ઉડવાનું… તેમનું કામ મજા કરવાનું… તમારું કામ આમતેમ જોવાનું… ત્યાં જોવો ભાઈ પાકિસ્તાનમાં શું થઈ ગયું? ઓ ભાઈ ત્યાં જોવો અમિતાભ બચ્ચને નવો ડાન્સ કર્યો… ત્યાં જોવો ભાઈ એ પ્રિયંકા ચોપરા નાચી રહી છે… કરતા જાઓ ભાઈ કરતા જાઓ જેટલું કરવું હોય એટલું કરો… મજા કરો… ભૂખે મરી જશો બધા… ભૂખે મરી જશો… બધાનો સમય આવશે કોઈ નહીં બચે… બધા ભૂખે મરી જશો…” 

આજ વીડિયો અમને વન ઈન્ડિયા ન્યૂઝ અને એએનઆઈ ન્યૂઝ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

નીચે તમે રાહુલ ગાંધીના નિવેદનના વાયરલ એડિટેડ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ વીડિયો છે. રાહુલ ગાંધી તેમના નિવેદનમાં વાસ્તવમાં ભાજપના નેતાઓ પર પ્રહાર કરતાં આવું બોલી રહ્યા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)/ht

Avatar

Title:જાણો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

Written By: Vikas Vyas  

Result: Missing Context