
ટૂથપેસ્ટને લઈ હાલ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં ટૂથપેસ્ટના અંતે કરવામાં આવેલા કલરને લઈ માહિતી આપવામાં આવી હતી. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટૂથપેસ્ટના અંતમાં જે નિશાન કરવામાં આવ્યુ હોય છે તે ટૂથપેસ્ટમાં ક્યા પ્રકારનુ કેમિકલ ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટૂથપેસ્ટના અંતમાં જે નિશાન કરવામાં આવ્યુ હોય છે તે ટૂથપેસ્ટમાં ક્યા પ્રકારનુ કેમિકલ ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટ માહિતી આપવામાં આવી હતી કે, ટૂથપેસ્ટના અંતમાં લાલ રંગ હોય તો કેમિકલ્સ ઉપરાંત કૂદરતી વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કાળા રંગનું નિશાન હોય તો કેમિકલ્સનું પ્રમાણ ઘણું વધારે હોય છે. ભૂરા રંગનું નિશાન હોય તો કૂદરતી ત્તત્વો ઉપરાંત મેડિકેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લીલા રંગનું નિશાન હોય તો ટૂથપેસ્ટમાં માત્ર અને માત્ર કુદરતી તત્ત્વોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. શું ખરેખર આ પ્રકારે નિશાન સુચવે છે કે ટૂથપેસ્ટમાં ક્યુ મટિરિયલ ઉમેરવામાં આવ્યુ છે. આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અમરઉજાલાનો વર્ષ 2019નો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ટુથપેસ્ટ પરનો કલર ટ્યુબ બનાવવાનાં મશીનોમાં સ્થાપિત લાઇટ સેન્સર માટે છે, ટ્યુબનું કદ બનાવવાનું સંકેત આપે છે. ફક્ત લાઈટ સેન્સર જ આ કલરને સમજી શકે છે, માનવી સમજી નથી શકતા.”
કોલગેટ કંપની દ્વારા આ કલર કોડ અંગેની સ્પષ્ટતા કરતો અહેવાલ તેમની વેબસાઈટ પર પ્રસારિત કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ કલર કોડએ માત્ર મશીનોમાં સ્થાપિત લાઇટ સેન્સર માટે છે.” જે તમે નીચે વાંચી શકો છો.
આ સેન્સર મશીન કઈ રીતે કામ કરે છે તે તમે આ લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ટુથપેસ્ટમાં જે કલર કોડ છે તે માત્ર મશીનોમાં સ્થાપિત લાઇટ સેન્સર માટે છે. ટ્યુબનું કદ બનાવવાનું સંકેત આપે છે. ફક્ત લાઈટ સેન્સર જ આ કલરને સમજી શકે છે. આ નિશાન એ ક્યારેય નથી સુચવતા કે કોલગેટની અંદર મટીરિયલ ક્યુ નાખવામાં આવે છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ટુથપેસ્ટ અંતમાં કલરએ તેની અંદર શું ઉમેરવામાં આવ્યુ તે દર્શાવે છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
