
હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવામળે છે કે, એક વ્યક્તિ ચાલુ કારમાં વીડિયો બનાવી રહ્યો છે અને રસ્તા પર બરફ પડ્યો હોવાનું જણાવી રહ્યા છે.. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાજકોટ-ચોટીલા હાઈ-વે પર હાલમાં શિયાળા દરમિયાન વરસાદ સાથે બરફના કરા પડયા.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 26 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાજકોટ-ચોટીલા હાઈ-વે પર હાલમાં શિયાળા દરમિયાન વરસાદ સાથે બરફના કરા પડયા.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર સર્ચ કર્યુ હતુ. પરંતુ હાલમાં આ પ્રકારે કોઈ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યુ ન હતુ.
ત્યારબાદ અમે સોશિયલ મીડિયામાં આ અંગે સર્ચ કરતા અમને આ જ વીડિયોનું લાબુ વર્ઝન ગત 26 નવેમ્બર 2023ના ફેસબુક પર પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ આ અંગે વધુ સર્ચ કરતા અમને આ જ અંગે માહિતી આપતો અહેવાલ રાજકોટ મિરર ન્યુઝ દ્વારા 26 નવેમ્બર 2023ના શેર કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ શિમલા-મનાલી નથી આપડું રાજકોટ છે, રાજકોટમાં જોવા મળ્યો શિમલા મનાલી જેવો માહોલ..શહેરના માલિયાસણ નજીક પડ્યા બરફના કરા..મુખ્ય રસ્તા પર બરફના કરા પડતા જોવા મળ્યો..સ્થાનિકોએ પોતાના વાહનો ઉભા રાખી માણી મજા”
તેમજ આ અંગે વધુ સર્ચ કરતા અમને દૈનિક જાગરણ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર માલિયાસણ ઓવરબ્રિજ પર બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો. જેને લોકોએ માણ્યો હતો.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ વીડિયો હાલનો નહીં પરંતુ ગત વર્ષનો છે. હાલમાં આ પ્રકારે કોઈ હિમ વર્ષા થઈ નથી. આ વીડિયો ને ખોટી માહિતી સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર હાલમાં રાજકોટમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો…? જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: Missing Context
