
સ્થાનિક તેમજ પ્રાદેશિક મીડિયામાં થાઈલેન્ડને લઈ એક સમાચાર અહેવાલ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “થાઈલેન્ડમાં હાલમાં થયેલા ફાયરિંગમાં 22 બાળકો સહિત 34 લોકોના મોત થયા છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 11 ફેબ્રુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “થાઈલેન્ડમાં હાલમાં થયેલા ફાયરિંગમાં 22 બાળકો સહિત 34 લોકોના મોત થયા છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે હાલમાં થાઈલેન્ડમાં થયેલા ફાયરિંગ વિશે માહિતી મેળવવા માટે અમે ગૂગલ પર સર્ચ કરતા અમને રાઉટર્સ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “દક્ષિણ થાઇલેન્ડના હાટ યાઇ જિલ્લામાં એક 17 વર્ષીય કિશોરે પોલીસ પાસેથી ચોરેલી રિવોલ્વર વડે શાળાના શિક્ષક અને એક વિદ્યાર્થીનીને ગોળી મારી હતી. જેમાં શિક્ષકનું મોત થયુ હતુ જ્યારે વિદ્યાર્થીની હાલત અંગે માહિતી આપવામાં આવી ન હતી.”

વધુ સર્ચ કરતા અમને એપી ન્યુઝ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, સહિતના મીડિયા હાઉસ દ્વારા પણ આ જ માહિતી સાથેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો.
તો આટલા મોટા હત્યાકાંડની વાત આવી ક્યાંથી તે જાણવા અમે અમારી પડતાલ શરૂ કરી હતી. દરમિયાન અમને રાઉટર્સ 6 ઓક્ટોબર 2022નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગુરૂવારે ઉત્તરપૂર્વ થાઇલેન્ડમાં એક ડેકેર સેન્ટરમાં છરી અને બંદૂકના હુમલા દરમિયાન એક ભૂતપૂર્વ પોલીસકર્મીએ 23 બાળકો સહિત 34 લોકોની હત્યા કરી હતી, પોલીસે જણાવ્યું હતું કે, બાદમાં તેણે ઘરે તેની પત્ની અને બાળકને ગોળી મારીને પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી.”

તેમજ અમે વધુ સર્ચ કરતા અમને CSTN Africa દ્વારા આ અંગે માહિતી આપતો વિસ્તૃત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે વાંચી શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ઘટના હાલની નહીં પરંતુ વર્ષ 2022માં બની હતી. જેને હાલની ઘટના ગણાવી ખોટી માહિતી સાથે શેર કરવામાં આવી રહી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર થાઈલેન્ડ ફાયરિંગમાં 22 બાળકો સહિત 34 લોકોના મોત થયા…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


