જાણો દિલ્હીમાં આવેલા ભૂકંપના નામે વાયરલ CCTV વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના CCTVનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂકંપના CCTVનો આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે આવેલા ભૂકંપનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના CCTVનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 17 ફેબ્રુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દિલ્હી-NCRમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, આ એક ઘરની બહાર સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે… આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભૂકંપના CCTVનો આ વીડિયો તાજેતરમાં દિલ્હી ખાતે આવેલા ભૂકંપનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયોમાં જમણી બાજુએ ખૂણા પર 15-02-2025 તારીખ લખેલી છે. જ્યારે દિલ્હીમાં ભૂકંપ 17 ફેબ્રુઆરી, 2025ના રોજ આવ્યો હતો. જેના પરતી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો દિલ્હીનો નથી.

download.png

ત્યાર બાદ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને એક ટ્વિટર યુઝર દ્વારા 16 ફેબ્રુઆરી, 2025ના રોજ આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે આવેલા ભૂકંપના સીસીટીવી ફૂટેજ જે મારા ઘરના કેમેરામાં રેકોર્ડ થયા છે.

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 15 ફેબ્રુઆરી, 2025 ના રોજ 4.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જે મીડિયા રિપોર્ટ તમે અહીં અને અહીં જોઈ શકો છો.

ScreenShot Tool -20250305171915.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભૂકંપના CCTVનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે આવેલા ભૂકંપનો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો દિલ્હીમાં આવેલા ભૂકંપના નામે વાયરલ CCTV વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas  

Result: False