
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના મહિલા નેતા સ્વ. સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાંસુરી સ્વરાજે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાંસુરી સ્વરાજનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ અને અધૂરો છે. વાસ્તવિક વીડિયોમાં તે એખ ઓડિટોરિયમ હોલમાં લોકો રાષ્ટ્રગાન એક સુરમાં નહતા ગાતા તો તેણીએ વચ્ચે એ અટકાવીને રાષ્ટ્રગાન ફરીથી તાલમેલ સાથે ગાવાની અપીલ કરી હતી અને ફરીથી તાલમેલ સાથે પૂરું રાષ્ટ્રગાન ગાયું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 17 સપ્ટેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ બેન નું નામ છે બાંસુરી સ્વરાજ. આ સુષ્મા સ્વરાજ ના દીકરી છે. 🙏. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, , બાંસુરી સ્વરાજે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ વીડિયો બાંસુરી સ્વરાજના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 17 સપ્ટેમ્બર, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
ઉપરોક્ત પોસ્ટમાં બાંસુરી સ્વરાજ દ્વારા તેમના વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા કરતાં એવું લખવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર એક અધૂરો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સત્ય એ છે કે, મેં વિનંતી કરી હતી કે, રાષ્ટ્રગીત સંપૂર્ણ અને યોગ્ય રીતે ગવાય. આ આખો વીડિયો છે, જ્યાં અમે આખું રાષ્ટ્રગીત ગર્વ અને આદર સાથે ગાયું છે.
અમારી વધુ તપાસમાં અમને બાંસુરી સ્વરાજનો આ જ વીડિયો એક બાંસુરી સ્વરાજ નામની યુટ્યુબ ચેનલ પર પણ 22 સપ્ટેમ્બર, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો ગયા ખાતે યુવા શંકનાદ કાર્યક્રમનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બાંસુરી સ્વરાજનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ અને અધૂરો છે. વાસ્તવિક વીડિયોમાં તે એખ ઓડિટોરિયમ હોલમાં લોકો રાષ્ટ્રગાન એક સુરમાં નહતા ગાતા તો તેણીએ વચ્ચે એ અટકાવીને રાષ્ટ્રગાન ફરીથી તાલમેલ સાથે ગાવાની અપીલ કરી હતી અને ફરીથી તાલમેલ સાથે પૂરું રાષ્ટ્રગાન ગાયું હતું. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો બાંસુરી સ્વરાજે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Altered
