
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહે છે કે, અમે બેઠા હતા અને કોઈએ કહ્યું કે જેણે બંધારણ લખ્યું છે તે પીધેલો જ હશે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 23 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અરવિંદ કેજરીવાલ દ્વારા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યુ.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા દ્વારા 23 ડિસેમ્બરના શેર કરવામાં આવેલા આ વીડિયોનું મોટું વર્ઝન પ્રાપ્ત થયુ હતુ.
નીચેનો વીડિયો જોયા પછી જોઈ શકાય છે કે, અરવિંદ કેજરીવાલ કોંગ્રેસ પાર્ટીના બંધારણ વિશે વાત કરી રહ્યા હતા, ભારતના બંધારણ અથવા ડો. બાબાસાહેબ આંબેડકર વિશે નહીં.
3 ડિસેમ્બર 2012ના રોજ અપલોડ કરવામાં આવેલ વીડિયોનું સંપૂર્ણ સંસ્કરણ આમ આદમી પાર્ટીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર જોવા મળ્યું હતું.
ઉપરના વિડિયોમાં, અરવિંદ કેજરીવાલ 25 નવેમ્બર, 2012ના રોજ રાજઘાટ પર લોકોને સંબોધિત કરી રહ્યાં છે.
આ વીડિયોમાં અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીની ઘટના વિશે વાત કરતા જોવા મળે છે.
AAP અન્ય પાર્ટીઓથી કેવી રીતે અલગ છે. આ સંદર્ભમાં બોલતા, કેજરીવાલ કહે છે, “કોંગ્રેસ પક્ષના કાર્યકરોને તેમના પક્ષના બંધારણ મુજબ દારૂ પીવાની મનાઈ છે. અમે બેઠા હતા અને કોઈએ કહ્યું કે જેણે બંધારણ લખ્યું છે તેણે પીધો હશે.
વાયરલ વીડિયો 4:46 મિનિટે જોઈ શકાય છે.
AAP ની કાર્યવાહી
એનડીટીવીના સમાચાર અનુસાર, પોલીસે અરવિંદ કેજરીવાલની ક્લિપ કરેલ વીડિયો શેર કરવા બદલ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ વિરૂદ્ધ કેસ નોંધ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મૂળભૂત રીતે, 2012 માં, અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પાર્ટીના બંધારણના સંબંધમાં ‘દારૂ પીને બંધારણ લખવામાં આવ્યું હતું’ તેવું નિવેદન આપ્યું હતું. ખોટા દાવા સાથે આંશિક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:અરવિંદ કેજરીવાલ દ્વારા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં ન હતુ આવ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
