દક્ષિણ કોરિયામાં થયેલા અકસ્માતનો જૂનો વીડિયો હાલમાં કતાર પર થયેલા ગેસ પ્લાન્ટ પર હુમલાના નામે વાયરલ…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

28 ફેબ્રુઆરી 2026થી ઇઝરાયલ, અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ સંદર્ભમાં, હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “ઇરાને કતારમાં ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ વીડિયો આ જ હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.” 

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણમો પરથી અમને 17 નવેમ્બર, 2025ના રોજ CNA દ્વારા ફેસબુક પેજ પર અપલોડ કરાયેલ ક્લિપમાં વાયરલ વીડિયો મળ્યો. વીડિયો સાથે એક અહેવાલ હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 15 નવેમ્બર, 2025 ના રોજ, દક્ષિણ કોરિયાના દક્ષિણ ચુંગચેઓંગ પ્રાંતના ચેઓનનમાં સ્થિત સૌથી મોટા ફેશન લોજિસ્ટિક્સ સેન્ટરોમાંના એકમાં ભીષણ આગ લાગી હતી, જેના કારણે લાખો કપડા રાખ થઈ ગયા હતા. આગના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, કારણ કે કામદારોના આગમનના ઘણા કલાકો પહેલા જ આગ લાગી હતી.

અમારી શોધ દરમિયાન, અમને દક્ષિણ કોરિયન ન્યૂઝ વેબસાઇટ, ન્યૂઝપેચ પર એક સમાચાર અહેવાલ મળ્યો. 15 નવેમ્બર, 2025ના રોજના આ અહેવાલમાં આગની ઘટનાની વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી. લેખમાં જણાવાયું હતું કે ઇ-લેન્ડ લોજિસ્ટિક્સ વેરહાઉસમાં લાગેલી આગ – જે કપડાં અને ફૂટવેરથી ભરેલી હતી – લગભગ નવ કલાક પછી કાબુમાં આવી ગઈ હતી, અને કોઈ જાનહાનિ થઈ ન હતી. 

તેમજ વધુ સર્ચ કરતા અમને ધ સ્ટ્રેટ ટાઇમ્સની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો પણ મળ્યો. ત્યાં પણ, તેને 17 નવેમ્બર, 2025 ના રોજ દક્ષિણ કોરિયામાં લાગેલી આગ તરીકે ઓળખવામાં આવી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગયા વર્ષે દક્ષિણ કોરિયાના ચેઓનનમાં એક ફેશન લોજિસ્ટિક્સ સેન્ટરમાં લાગેલી આગનો વીડિયો છે જેને ખોટા દાવાઓ સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

Result Stamp

Title: દક્ષિણ કોરિયામાં થયેલા અકસ્માતનો જૂનો વીડિયો હાલમાં કતાર પર થયેલા ગેસ પ્લાન્ટ પર હુમલાના નામે વાયરલ…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *