Fake News: લેબનોનનો જૂનો વીડિયો અમદાવાદની હોસ્પિટલ તરીકે વાયરલ થઈ રહ્યો છે જ્યાં એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી… 

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વાયરલ વીડિયોમાં અમદાવાદની તે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ દેખાતા નથી જ્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ લેબનોનનો જૂનો વીડિયો છે.

અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ જ્યાં ક્રેશ થઈ હતી તે હોસ્પિટલ દર્શાવતો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં પાર્કિંગ વિસ્તારમાં વિસ્ફોટ અને ઇમારતની છત અને અન્ય માળખાને નુકસાન થતું જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ હોસ્પિટલમાં જ્યા પ્લેન ક્રેશ થયુ ત્યાનો આ સીસીટીવી ફૂટેજ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદ હોસ્પિટલમાં જ્યા પ્લેન ક્રેશ થયુ ત્યાનો આ સીસીટીવી ફૂટેજ છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

 સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 16 મે 2025ના રોજ એક વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલ તરફ દોરી ગયો જેમાં વાયરલ વીડિયોનું લાંબું સંસ્કરણ હતું. અહેવાલ મુજબ, આ વીડિયો લેબનોનનો છે.

આ સંકેતને આધારે અમે સંબંધિત કીવર્ડ શોધ કરી. આનાથી અમને 17 મે 2025ના રોજ એક ટ્વિટ મળ્યું. ટ્વિટમાં વાયરલ વીડિયોનું લાંબું વર્ઝન હતું. ટ્વિટ મુજબ, વીડિયો લેબનોનની પરિસ્થિતિ દર્શાવે છે.

Archive

PIB ફેક્ટ ચેકે પણ આ દાવાને ખોટો ઠેરવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં અમદાવાદની તે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ દેખાતા નથી જ્યાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ લેબનોનનો જૂનો વીડિયો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: લેબનોનનો જૂનો વીડિયો અમદાવાદની હોસ્પિટલ તરીકે વાયરલ થઈ રહ્યો છે જ્યાં એર ઈન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી…

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *