આ વીડિયો સિંધમાં છ નવી સિંધુ નહેરોના નિર્માણ સામેનો વિરોધ દર્શાવે છે અને તે ફેબ્રુઆરી 2025નો છે.

સોશિયલ મીડિયા પર એક વિરોધ પ્રદર્શનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાનમાં સિંધુદેશની સ્વતંત્રતાની માંગણી કરતા લોકોનો વિરોધ દર્શાવે છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 17 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનમાં સિંધુદેશની સ્વતંત્રતાની માંગણી કરતા લોકોનો વિરોધ દર્શાવે છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને 23 ફેબ્રુઆરી 2025ના રોજ એક ટવિટર પોસ્ટ મળી જેમાં તે જ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પાકિસ્તાન તેની ઓળખ ગુમાવી રહ્યું છે! સિંધુ નદીમાંથી નહેરો બનાવવાનું બંધ કરો અને નદીને મુક્તપણે વહેવા દો. આ ફક્ત JSQM-A (જય સિંધ કૌમી મહાઝ, એક રાજકીય પક્ષ) ની માંગ નથી, તે સમગ્ર સિંધી રાષ્ટ્રની માંગ છે!”
વાયરલ વિડીયોને નજીકથી જોતાં, અમે જોયું કે તેમાં એક બેનર દેખાય છે જેના પર લખ્યું છે, “એડવોકેટ આમિર ઉમરાનીને મુક્ત કરો.”
આ સંકેતોને ધ્યાનમાં રાખીને, અમે કીવર્ડ સર્ચ કર્યું અને આ વિરોધ સંબંધિત અનેક સમાચાર અહેવાલો મળ્યા. અહેવાલો અનુસાર, સિંધુ નહેર પ્રોજેક્ટ્સ સામેના વિરોધ વચ્ચે સિંધમાં હાઇવે બ્લોક કરવામાં આવ્યા હતા. સિંધમાં રાષ્ટ્રવાદી પક્ષોએ પ્રાંતના જળ સંસાધનોને જોખમ હોવાનું જણાવીને સિંધુ નદી પર છ નવી નહેરોના નિર્માણનો વિરોધ કર્યો હતો. જય સિંધ મહાઝે શહીદ બેનઝીરાબાદમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગને અવરોધિત કર્યો હતો, અને ગુમ થયેલા વકીલ આમિર અલી ઉમરાનીને મુક્ત કરવાની પણ માંગ કરી હતી.
આ અહેવાલો જણાવે છે કે 23 ફેબ્રુઆરી 2025ના રોજ પાકિસ્તાનના સિંધમાં સિંધુ નહેર પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન થયું હતું. આ પુરાવાઓના આધારે, આપણે સમજી શકીએ છીએ કે વાયરલ વીડિયો સિંધમાં સિંધુ નદી પર છ નવી નહેરોના નિર્માણ સામે પ્રદર્શન દર્શાવે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો સિંધમાં છ નવી સિંધુ નહેરોના નિર્માણ સામેનો વિરોધ દર્શાવે છે અને તે ફેબ્રુઆરી 2025નો છે. તેમા સિંધુપ્રદેશની અલગ માંગની વાત કરવામાં આવી નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પાકિસ્તાનમાં સિંધુદેશની સ્વતંત્રતાની માંગણીના વિરોધ તરીકે જુના વિરોધ વીડિયોને ખોટી રીતે શેર કરવામાં આવ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
