
તાજેતરમાં સોશિયલ મીડિયા પર સળગેલી બસ અને ફાયર ફાઈટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મક્કાથી મદીના જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ ટેન્કર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સળગેલી બસ અને ફાયર ફાઈટરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2012થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે…?
એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 17 નવેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દુઃખદ ઘટના:
મોડી રાતે સાઉદી અરેબિયાના રિયાધ માં ડીઝલ ટેન્કર અને પેસેન્જર બસ વચ્ચે અકસ્માત થતા 42 ભારતીય પ્રવાસીઓના મોત થયા છે. અકસ્માત પછી બંને વાહનો માં આગ લાગી ગઈ હતી. તમામ ભારતીયો હૈદરાબાદ ના હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
તમામ પ્રવાસીઓ મક્કાથી મદીના શરીફ ઉમરાહ માટે જઈ રહ્યા હતા. મૃતકો માં 20 મહિલા, 9 પુરુષો અને 11 બાળકો સામેલ છે. મદીના થી 160 કિમી દૂર હતા ત્યારે મુહરાસ પાસે ભારતીય સમય અનુસાર રાતે દોઢ વાગે અકસ્માત થયો હતો. તમામ શ્રદ્ધાળુઓ હૈદરાબાદ ના હોઈ મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડી અને સાંસદ અસદુદ્દીન ઓવેસી એ રાતે જ રિયાધના સત્તાવાળાઓ સાથે વાત કરી હતી. અકસ્માત થતા જ ડીઝલ ટેન્કર ફાટી જવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી જેથી બંને વાહનો વિકરાળ આગમાં ફસાઈ જતા બચવાનો કોઈ સમય જ મળ્યો નહોતો.
જીદ્દાહ ભારતીય દૂતાવાસ માં કંટ્રોલ રૂમ નો નંબર 8002440003 છે જ્યારે તેલંગાણા સરકારે શરૂ કરેલા કંટ્રોલ રૂમ નો નંબર 7997959754 અને 9912919545 છે.
42 મુસ્લિમ ભારતીયો ના અકસ્માત મૃત્યુ થયા ને આઠ નવ કલાક થયા હોવા છતાં હજી સુધી વડાપ્રધાને કોઈ ટ્વીટ કર્યું હોય કે શ્રદ્ધાંજલી પાઠવી હોય એવા સમાચાર નથી મળ્યા. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મક્કાથી મદીના જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસ ટેન્કર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આ જ ફોટો pixabay.com નામની વેબસાઈટ પર 24 ડિસેમ્બર, 2012ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ ફોટો તાજેતરનો નહીં પરંતુ વર્ષો જૂનો છે.

અમારી વધુ તપાસમાં અમને આ જ ફોટો સાથેના સમાચાર thewartburgwatch.com દ્વારા પણ વર્ષ 2013માં પ્રસારિત કરવામાં આવ્યા હતા.

વધુમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટો સાથેના સમાચાર અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ જુદા-જુદા વર્ષમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. antena3.ro | hankookilbo.com | happytv.r | wionews.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સળગેલી બસ અને ફાયર ફાઈટરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2012થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો તાજેતરમાં મક્કાથી મદીના જઈ રહેલી બસના અકસ્માતના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False


