જાણો પાકિસ્તાનના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની એક ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનના સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટની ચાલુ મેચમાં લાઈટો બંધ થઈ ગઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની એક ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનનો નહીં પરંતુ ન્યૂઝીલેન્ડ ખાતે ઓવલના સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે મેચનો છે. આ વીડિયોને પાકિસ્તાન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગજબ નો ગરીબ દેશ છે પાકિસ્તાન …🤲 આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાનના સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટની ચાલુ મેચમાં લાઈટો બંધ થઈ ગઈ તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ વીડિયો એક ટ્વિટર યુઝર દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 5 એપ્રિલ, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ન્યૂઝીલેન્ડના ઓવલમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચમાં લાઈટો બંધ થઈ ગઈ હતી તેનો આ વીડિયો છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર NDTV દ્વારા પણ 6 એપ્રિલ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, ન્યૂઝીલેન્ડના ઓવલ ખાતે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વન-ડે મેચમાં અચાનક વીજળી ગુલ થતાં ખેલાડીઓએ અંધારમાં રહેવું પડ્યું હતું.

download.png

ઉપરોક્ત આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. cricketaddictor.com | timesofindia.indiatimes.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ન્યૂઝીલેન્ડ-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની એક ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પાકિસ્તાનનો નહીં પરંતુ ન્યૂઝીલેન્ડ ખાતે ઓવલના સ્ટેડિયમમાં રમાયેલી વન-ડે મેચનો છે. આ વીડિયોને પાકિસ્તાન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title: જાણો પાકિસ્તાનના ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલુ મેચમાં લાઈટ બંધ થઈ ગઈ હોવાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False