Skip to content
Wednesday, July 23, 2025
  • Privacy Policy
  • હકીકત તપાસવા માટે સબમિટ કરો
Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

Fact Crescendo Gujarati | The leading fact-checking website in India

The fact behind every news!

  • Home
  • Archives
  • About
  • Contact Us
  • Other Languages
    • Hindi
    • English
    • Marathi
    • Malayalam
    • Tamil
    • Odia
    • Assamese
    • Bangla
    • Manipuri
  • APAC
    • Sri Lanka
    • Myanmar
    • Bangladesh
    • Cambodia
    • Afghanistan
    • Thailand
site mode button

જાણો હલાલના લોગોવાળા વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટના ફોટોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social
March 18, 2025March 18, 2025Vikas Vyas

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ પર હલાલનો લોગો દર્શાવતો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ વેચાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો ફોટો છે અને આ પેકેટ ફક્ત ભારતમાંથી બહાર નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. આ પેકેટનું વેચાણ ભારતમાં થતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 2 માર્ચ, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *आजसे वाडिलाल आइसक्रीम 🍧🧁🍮🍦 खाना बंध कर दो.. “हलाला” सर्टिफिकेट आ चुका है, हर सनातनी हिंदू समाज को इस फोटो को पुरे भारत वर्ष में आग कि तरह फैला दो जो तुम सच्चे सनातनी हिन्दू होतो तो આજથી વાડીલાલ આઈસ્ક્રીમ ખાવા નું બંધ આ મેસેજ દરેક ગ્રુપ માં મોકલવો જરૂર છે હાં હું સનાતની હિન્દુ છું હું આ મેસેજ ૧૦ – ગ્રુપ માં મોકલવાનો છું મિત્રો .! It is a Halal Stamped, Buycot it. वाडीलाल Ice-Cream हलाल Certified है.. मतलब थुंक कर बनाया हैं .!*. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે ભારતમાં પણ હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટ વેચાઈ રહ્યા છે.

New.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને વાડીલાલ આઈસ્ક્રીમની સત્તાવાર વેબસાઈટ પર મૂકવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, એક સદીથી વધુ સમયથી, કંપની બજારમાં ઉચ્ચતમ ગુણવત્તા પ્રદાન કરવા માટે સમર્પિત છે. તેમની આઈસ્ક્રીમ કોઈપણ પ્રિઝર્વેટિવ્સ અથવા કૃત્રિમ સ્ટેબિલાઈઝર વિના બનાવવામાં આવે છે, ગ્રાહકોને દર વખતે તાજી અને આરોગ્યપ્રદ મીઠાઈઓ મળે તેની ખાતરી કરે છે. તેમના ઉત્પાદનો 100% શુદ્ધ દૂધ ક્રીમમાંથી બનાવવામાં આવે છે અને તે સંપૂર્ણ રીતે શાકાહારી હોય છે અને નૈસર્ગિક પરિસ્થિતિઓમાં ઉત્પન્ન થાય છે.

unnamed.jpg

વધુ તપાસમાં અમને LinkedIn પર વાડીલાલની એક પોસ્ટ મળી. પોસ્ટમાં લખ્યું છે કે, “વાડીલાલ 100% શાકાહારી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે ભારતમાં હલાલ પ્રમાણપત્ર સાથે વાડીલાલ આઈસ્ક્રીમ પેક વેચવામાં આવી રહ્યા છે તે અંગેની તાજેતરની અફવાઓ ખોટી છે. વાડીલાલ ખાતે, અમે 100% શાકાહારી આઈસ્ક્રીમ અને અન્ય ઉત્પાદનો ઓફર કરવામાં ગર્વ અનુભવીએ છીએ. હલાલ સર્ટિફિકેશન દર્શાવતા પેક ખાસ કરીને નિકાસ બજારો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે જ્યાં ઉદ્યોગના ધોરણો અનુસાર આવા પ્રમાણપત્રની આવશ્યકતા છે. કૃપા કરીને ખાતરી કરો કે, ગુણવત્તા અને અધિકૃતતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. કૃપા કરીને આવી અફવાઓનો શિકાર ન થાઓ”

1714035481272.jpg

હલાલ સર્ટિફિકેટ શું છે?

હલાલ પ્રમાણપત્ર જણાવે છે કે, ખોરાક અથવા ઉત્પાદન ઇસ્લામના અનુયાયીઓ માટે માન્ય છે અને તેના ઉત્પાદન અથવા પ્રક્રિયામાં કોઈપણ હરામ સામગ્રી અથવા પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉત્પાદન પર હલાલ લોગોની હાજરી ગ્રાહકને ખાતરી આપે છે કે, ઉત્પાદન હલાલના ધારા-ધોરણોનું પાલન કરે છે અને મુસ્લિમો દ્વારા તેનો ઉપયોગ કરી શકાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હલાલ સર્ટિફિકેટના લોગો સાથેના વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જૂનો ફોટો છે અને આ પેકેટ ફક્ત ભારતમાંથી બહાર નિકાસ માટે બનાવવામાં આવ્યું હતું. આ પેકેટનું વેચાણ ભારતમાં થતું નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો હલાલના લોગોવાળા વાડીલાલ આઈસ્ક્રીમના પેકેટના ફોટોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: Misleading

        
Tagged BoycottHalal LogoSalivaVadilal Icecreamબોયકોટવાડીલાલ આઈસ્ક્રીમહલાલ લોગોહલાલ સર્ટિફિકેટ

Post navigation

શું ખરેખર મુંબઈ-અમદાવાદ વચ્ચે જઈ રહેલી બસમાં ભયંકર અકસ્માત થયાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….
સફાઈ કર્મચારી સાથે દુર્વ્યવહાર કરી રહેલી મહિલાનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Related Posts

ત્રણ મહિના સુધી રાશન ન લેનારનું રેશનકાર્ડ રદ થઈ જવાની ખોટી માહિતી વાયરલ… જાણો શું છે સત્ય….

December 19, 2020January 13, 2022Vikas Vyas

Fake News: શું ખરેખર વાનરોને ભોજન કરવતો વીડિયો કર્ણાટકનો છે…? જાણો શું છે સત્ય….

May 17, 2023May 18, 2023Frany Karia

શું ખરેખર સુરત જેવી આગની ઘટના અમદાવાદમાં બની હતી..?જાણો શું છે સત્ય…..

July 25, 2019January 13, 2022Yogesh Karia

follow us

  • fact checks
  • Comments

શું ખરેખર ઓવર બ્રિજ પર પર પાણી ભરાયાનો વીડિયો અમદાવાદનો છે…? જાણો શું છે સત્ય….

July 23, 2025July 23, 2025Frany Karia

ગુજરાતના પશુપાલકોના વિરોધના વીડિયોને કાંવડિયો સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

July 22, 2025July 22, 2025Frany Karia

વાહન અકસ્માતમાં આપવામાં આવતા વળતર અને ઈન્કમ ટેક્ષ રિર્ટનનો કોઈ સંબંધ નથી… જાણો શું છે સત્ય….

July 22, 2025July 22, 2025Vikas Vyas

મેક્સિકોનો વીડિયો ભારતીય મહિલાની અમેરિકામાં દુકાન ચોરીની ઘટના સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

July 21, 2025July 21, 2025Frany Karia

જાણો ગુજરાતમાં સરપંચની ગાડી પર થયેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

July 19, 2025July 19, 2025Vikas Vyas
  • 안전놀이터  commented on ગુજરાતના પશુપાલકોના વિરોધના વીડિયોને કાંવડિયો સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….: 안전한 토토사이트 추천: https://mastereu.com/
  • 토토사이트  commented on જાણો ગુજરાતમાં સરપંચની ગાડી પર થયેલા હુમલાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…: 먹튀검증사이트 토토랭커: https://rssssb.org/
  • 테더환전소  commented on Fact Check: તુટેલા બ્રિજ પરથી શાળાએ જતી વિદ્યાર્થીનીનો આ વીડિયો ગુજરાતનો નથી… જાણો શું છે સત્ય…: 안전한 테더환전소 추천: https://playnael.com/
  • Kylie Corwin  commented on Fact Check: શું ખરેખર લંડનમાં પ્લેન ક્રેશ થયુ તેનો લાઈવ વીડિયો છે…? જાણો શું છે સત્ય….: I am not sure where youre getting your info but go
  • 검증사이트  commented on શું ખરેખર સિંહના હુમલાનો આ વીડિયો ગુજરાતના ગીરનો છે…? જાણો શું છે સત્ય….: 먹튀검증 기반, 철저한 안전보장! https://playnael.com/

Categories

  • False
  • સામાજિક I Social
  • રાષ્ટ્રીય I National
  • રાજકીય I Political
  • આંતરરાષ્ટ્રીય I International

Latest News

  • શું ખરેખર ઓવર બ્રિજ પર પર પાણી ભરાયાનો વીડિયો અમદાવાદનો છે…? જાણો શું છે સત્ય….

    July 23, 2025July 23, 2025Frany Karia
  • ગુજરાતના પશુપાલકોના વિરોધના વીડિયોને કાંવડિયો સાથે જોડી ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

    July 22, 2025July 22, 2025Frany Karia

Archives

Fact Crescendo Gujarati | Theme: News Portal by Mystery Themes.
  • ડિસક્લેમર
  • પદ્ધતિ અમારી પદ્ધતિ
  • સુધારા કરવાનું