
તાજેતરમાં સોશિયલ મીડિયા પર જર્જરિત થયેલા પુલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જર્જરિત થયેલા પુલનો આ ફોટો બિહારનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જર્જરિત થયેલા પુલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ બિહારનો નહીં પરંતુ બાંગ્લાદેશના એક પુલનો છે. આ ફોટોને બિહાર કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 12 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જર્જરિત થયેલા પુલનો આ ફોટો બિહારનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના બાંગ્લા ભાષાના સમાચાર kalerkantho.com દ્વારા 1 જુલાઈ, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ પુલ બાંગ્લાદેશના તેપુરા ગામમાં આવેલો છે. “પુલની લંબાઈ ઓછામાં ઓછી 200 ફૂટ અને પહોળાઈ ઓછામાં ઓછી 10 ફૂટ છે. તે 2004માં એલજીઈડી ફંડથી બાંધવામાં આવ્યું હોવાનું કહેવાય છે. 2019 ના અંત સુધીમાં, પુલના વિવિધ ભાગોમાં તિરાડો દેખાઈ હતી. છેલ્લા બે વર્ષમાં તે ચિંતાજનક સ્તરે પહોંચી ગયું છે. જાહેર મહત્વના આ તેપુરા પુલ પરથી સેંકડો વિદ્યાર્થીઓ નિયમિત રીતે અવર-જવર કરતા હોવા છતાં વર્તમાન પરિસ્થિતિમાં બાળકોને શાળાએ લઈ જવાની અવરજવર અનિશ્ચિત છે..
તેપુરા નદી પરના જર્જરિત પુલનો એક છેડો કલાપરા ઉપજિલ્લામાં ચંપાપુર યુનિયન છે અને બીજો છેડો આમતાલી ઉપજિલ્લામાં હલ્દિયા યુનિયન છે. તેપુરા બ્રિજ આ બે યુનિયનના હજારો લોકો માટે મુસાફરીનું એક માધ્યમ છે.
તેથી અમે વધુ માહિતી માટે બાંગ્લાદેશ ટીમનો સંપર્ક કર્યો. તેઓએ પુષ્ટિ કરી કે, આ બ્રિજ બાંગ્લાદેશના અમતાલી ઉપજિલ્લાનો છે.
આ પુલ બાંગ્લાદેશના બરગુનાના અમતાલી ઉપજિલ્લામાં તેપુરા હલ્દિયા યુનિયનના તેપુરા ગામમાં સ્થિત છે. આમતાલી ઉપજિલ્લા એન્જિનિયરિંગ વિભાગને 26 લોખંડના પુલ અયોગ્ય અને ઉપયોગમાં લેવા માટે જોખમી હોવાનું જણાયું છે.
માલસામાન અને ભારે વાહનોની અવરજવરને નિયંત્રિત કરવા માટે હેન્ડ્રેલ, સિમેન્ટના થાંભલા અને સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ પુલ લગભગ 20 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. ઉપલબ્ધ સમાચાર અહેવાલો પણ સમાન માહિતી ધરાવે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જર્જરિત થયેલા પુલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ બિહારનો નહીં પરંતુ બાંગ્લાદેશના એક પુલનો છે. આ ફોટોને બિહાર કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો બિહારના જર્જરિત પુલના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
