જાણો તૂટેલા રોડના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તૂટેલા રોડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં બનેલા હાઈવેના તૂટેલા રોડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તૂટેલા રોડનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ થાઈલેન્ડના એક શહેરનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ફોલ્ડિંગ હાઇવે,🥴 જ્યાં લઈ જવો હોય ત્યાં લઈ જઈ શકીએ,😝 यह सब कुछ हो सकता हे 👍😀🤣😂. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતમાં બનેલા હાઈવેના તૂટેલા રોડનો આ ફોટો છે.

5b400f55-0982-43ad-b321-13760fac5ef3.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર અમને એક થાઈ ભાષાની વેબસાઈટ thaipbs.or.th દ્વારા 1 સપ્ટેમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો “બન હુઆઈ થોમ-ના નોંગ ડાએંગ રોડ, પા કો સબડિસ્ટ્રિક્ટ, ચાનુમાન જિલ્લો, અમનત ચારોન પ્રાંત” ની ક્ષતિગ્રસ્ત સ્થિતિ દર્શાવે છે.

5fbaa9be-28df-44a9-9a53-9d7819d6ee1e.png

Archive

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય અહેવાલ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. khaosod.co.th | workpointtoday.com

વધુમાં અમને એક યુટ્યુબ ચેનલ પર પણ આજ ફોટો સાથેના વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તૂટેલા રોડનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ થાઈલેન્ડના એક શહેરનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ભારત સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તૂટેલા રોડના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas  

Result: Missing Context