RSS વડા મોહન ભાગવત અપરિણીત છે. વાયરલ પોસ્ટમાં જે ફોટો છે તે ગુજરાતની એક મહિલાનો ફોટો છે. જે ફોટાને ખોટા દાવા સાથે કાલ્પનિક વાર્તા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની કથિત પુત્રીના નામે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક મહિલાના ફોટાનો ઉપયોગ કરીને, દાવો કરવામાં આવ્યો છે કે, “મોહન ભાગવતની પુત્રી રવિના, એક મુસ્લિમ પુરૂષ સાથે પ્રેમમાં પડી ગઈ છે. જે તેનો ફોટો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોહન ભાગવતની પુત્રી રવિના, એક મુસ્લિમ પુરૂષ સાથે પ્રેમમાં પડી ગઈ છે. જે તેનો ફોટો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 5 જાન્યુઆરીની પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. તે ડિમ્પલ આહુજાના ફેન પેજ દ્વારા અપલોડ કરવામાં આવ્યું હતું.
જે ક્લુના આધારે વધુ તપાસ કરતા અમને ડિમ્પલ આહુજાનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મળ્યું. ડિમ્પલ NAILED ITTના સ્થાપક અને CEO છે. 3 જાન્યુઆરીના રોજ, અમને તેમના હેન્ડલ પર ઘણી રીલ્સ મળી જેમાં તેણીએ વાયરલ પોસ્ટમાં દર્શાવેલ છબી જેવો જ ડ્રેસ પહેર્યો છે. આ રીલ્સ અહીં, અહીં અને અહીં જોઈ શકાય છે.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ડિમ્પલ આહુજાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, “વાયરલ ફોટો તેમનો છે. અને વાયરલ પોસ્ટ સંપૂર્ણપણે ફેક છે. મારા ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.”
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગુજરાતના પ્રાંત કાર્યવાહક શૈલેષ પટેલનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, મોહન ભાગવત અવિવાહિત છે.
28 ઓગસ્ટ, 2025ના રોજ, દિલ્હીમાં આરએસએસના 1૦૦ વર્ષની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન, જ્યારે મોહન ભાગવતને એક પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે શું પરિણીત લોકો પણ આરએસએસમાં મહાસચિવની ખુરશી પર બેસી શકે છે, ત્યારે તેમણે તેનો ખુલ્લેઆમ જવાબ આપ્યો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, RSS વડા મોહન ભાગવત અપરિણીત છે. વાયરલ પોસ્ટમાં જે ફોટો છે તે ગુજરાતની એક મહિલાનો ફોટો છે. જે ફોટાને ખોટા દાવા સાથે કાલ્પનિક વાર્તા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:ગુજરાતના એક બ્યુટિશિયનના ફોટોને RSSના વડા મોહન ભાગવતની પુત્રી હોવાના દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…
Fact Check By: Frany KariaResult: False


