જાણો વર્ષ 2025નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારિક છે, જે 823 વર્ષમાં એકવાર આવતો હોવાના વાયરલ મેસેજનું શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વર્ષ 2025 માં આવનારા ફેબ્રુઆરી મહિનાની એક માહિતી વાયરલ થઈ રહી છે. આ સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2025નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારિક છે, જે 823 વર્ષમાં એકવાર આવે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા મેસેજની માહિતી તદ્દન ખોટી છે. ફેબ્રુઆરી 2025 એ ચમત્કારિક મહિનો નથી આ મેસેજ દર વર્ષે ફેબ્રુઆરી મહિનો નજીક આવતાં વાયરલ થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી સોશિયલ મીડિયામાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 5 જાન્યુઆરી, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા મેસેજમાં એવું લખવામાં આવ્યું છે કે, આ આવનારી ફેબ્રુઆરી છેલ્લી ફેબ્રુઆરી છે જે હવે જીવે છે તે જોશે. આ એટલા માટે છે કારણ કે આ વર્ષના ફેબ્રુઆરીમાં નીચેના છે જે 823 વર્ષમાં માત્ર એક જ વાર થાય છે. આ આવતા ફેબ્રુઆરીમાં છે: 

4 રવિવાર

4 સોમવાર

4 મંગળવાર

4 બુધવાર

4 ગુરુવાર

4 શુક્રવાર 

4 શનિવાર. 

આ કહેવાય છે

MiracleIn.

તેથી ઓછામાં ઓછા 5 લોકો અથવા 5 જૂથોમાં મોકલો, અને 4 દિવસમાં એક ચમત્કાર થશે.

સમજાવી ન શકાય તેવા બાઈબલના ચમત્કારો પર આધારિત. 

વાંચ્યાની 11 મિનિટની અંદર મોકલો.

#MiracleIn

(બધે પોસ્ટ કરો). 

આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2025નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારિક છે, જે 823 વર્ષમાં એકવાર આવે છે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે વર્ષ 2025 ના વર્ષના કેલેન્ડરમાં ફેબ્રુઆરી મહિનાની માહિતી જોતાં અમને અ માલૂમ પડ્યું હતું કે, વર્ષ 2025 માં ફેબ્રુઆરી મહિનામાં તમામ વાર 4 વખત આવે છે. જે માહિતી સાચી છે.

bf4116b5-5478-4270-aece-a6002616c638.png

ત્યાર બાદ અમે એ જાણવાની કોશિશ કરી હતી કે, શું ખરેખર આવું 823 વર્ષમાં એકવાર જ બને છે?

વર્તમાન અંગ્રેજી કેલેન્ડર એ 45 બીસીમાં રોમન સમ્રાટ જુલિયસ સીઝર દ્વારા બનાવવામાં આવેલ જુલિયન કેલેન્ડરનું સુધારેલું સંસ્કરણ છે. કેથોલિક ચર્ચના નેતા ગણાતા પોપ ગ્રેગરીએ કેલેન્ડરમાં સુધારો કર્યો હતો અને પ્રકાશિત કર્યુ હતું. તેથી તેનું નામ ગ્રેગોરિયન કેલેન્ડર પડ્યું. ગ્રેગોરિયન કેલેન્ડર 1582 નું છે. કેલેન્ડરમાં ફેબ્રુઆરી મહિના માટે 28 દિવસ હોય છે. માત્ર લીપ વર્ષ 29 દિવસનું આવે છે.

ફેબ્રુઆરીમાં માત્ર 28 દિવસ હોય છે તેથી દર વર્ષે ચાર રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર અને શનિવાર આવે છે. એકલા લીપ વર્ષમાં કંઈક પાંચ દિવસ હોય. ઉદાહરણ તરીકે 2024 એ લીપ વર્ષ છે. તે મહિનાની પ્રથમ તારીખ ગુરૂવારથી શરૂ થાય છે. તેથી, ફેબ્રુઆરી 2024 પાંચ ગુરૂવાર હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

image2.png

Feb 2024

નહિંતર વર્ષ 2021, 2022, 2023માં ફેબ્રુઆરી મહિનામાં અઠવાડિયાના દિવસો માત્ર ચાર વખત આવે છે. તેના માટે તમે નીચે કેલેન્ડર જોઈ શકો છે. લીપ વર્ષ સિવાય અન્ય તમામ વર્ષોમાં રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર અઠવાડિયામાં ચાર વખત આવે છે.

image-24-1024x382.png

2021 | 2022 | 2023

છેલ્લા ઘણા વર્ષોથી આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દર વર્ષે ફેબ્રુઆરી મહિનો આવતા આ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. જે આ વર્ષે પણ થયો છે. વર્ષ 2016નો આ મેસેજ તમે નીચે જોઈ શકો છો.

image-25.png

Facebook 

અમે પૂરતા પુરાવા સાથે પુષ્ટિ કરી છે કે, લીપ વર્ષ સિવાયના અન્ય તમામ વર્ષોમાં ફેબ્રુઆરી મહિનામાં ચાર વખત તમામ વાર આવે છે. તેના આધારે, ફેબ્રુઆરી 2024ના નામે શેર કરવામાં આવેલો મેસેજ જે 823 વર્ષમાં એકવાર આવે છે, તે ખોટા હોવાની પુષ્ટિ થાય છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા મેસેજની માહિતી તદ્દન ખોટી છે. ફેબ્રુઆરી 2025 એ ચમત્કારિક મહિનો નથી આ મેસેજ દર વર્ષે ફેબ્રુઆરી મહિનો નજીક આવતાં વાયરલ થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી સોશિયલ મીડિયામાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો વર્ષ 2025નો ફેબ્રુઆરી મહિનો ચમત્કારિક છે, જે 823 વર્ષમાં એકવાર આવતો હોવાના વાયરલ મેસેજનું શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: False