જાણો હાથમાં હથિયાર સાથે ભારત વિરુદ્ધ ગીત ગાઈ રહેલા આતંકીઓના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાથમાં હથિયાર સાથે ભારત વિરુદ્ધ ગીત ગાઈ રહેલા આતંકીઓનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈસ્લામિક આતંકીઓ દિલ્હીમાં ઝંડો લહેરાવવા તેમજ ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું ગીત ગાઈ રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાથમાં હથિયાર સાથે ભારત વિરુદ્ધ ગીત ગાઈ રહેલા આતંકીઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,
સાંભળો આ જેહાદીઓ શું કહે છે?
આ વાયરલ વીડિયોમાં ઈસ્લામિક આતંકીઓ
દિલ્હીમાં ઝંડો લહેરાવવાના અને ભારતને
મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાના ફાંકા મારતું ગીત ગાય છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈસ્લામિક આતંકીઓ દિલ્હીમાં ઝંડો લહેરાવવા તેમજ ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનું ગીત ગાઈ રહ્યા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને 21 એપ્રિલ, 2017ના રોજ hindi.oneindia.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, આ વીડિયો તાજેતરનો નહીં પરંતુ જૂનો છે.

ઉપરોક્ત સમાચારમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કાશ્મીરમાંથી સતત વિવાદાસ્પદ વીડિયો આવી રહ્યા છે. ફરી એકવાર એક વીડિયો સામે આવ્યો છે અને આ વીડિયો દ્વારા કાશ્મીરમાં ચાલી રહેલા વીડિયો વોરને ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં બે યુવાનો હથિયારો લઈને ફરતા જોવા મળે છે અને બંને ગીત ગાતા સાંભળી શકાય છે.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો 19 એપ્રિલ, 2017ના રોજ એક ફેસબુક યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં હાથમાં હથિયાર સાથે ભારત વિરુદ્ધ ગીત ગાઈ રહેલા આતંકીઓનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ વીડિયોને તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો હાથમાં હથિયાર સાથે ભારત વિરુદ્ધ ગીત ગાઈ રહેલા આતંકીઓના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context