જૂદા-જૂદા રેસ્ટોરન્ટના વિડિયોને મેકડોન્લ્ડના નામે વાયરલ કરવામાં આવી રહ્યા…. જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Sheth Hitesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. McDonald for clean and healthy food. Share for public awareness. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટ સાથે જે વિડિયો શેર કરવામાં આવ્યો તે મેકડોન્લ્ડ રેસ્ટોરન્ટનો વિડિયો છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. આ વિડિયો ચાર અલગ-અલગ વિડિયોને એક કરીને બનાવવામાં આવ્યો હતો. અમે દરેક વિડિયોને જૂદા-જૂદા પાર્ટમાં વહેંચી અને તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

PART – 01

સૌપ્રથમ અમે પહેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને USATODAY નો 5 ઓગસ્ટ 2015નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો ચેકેર્સ ફાસ્ટફૂડનો છે. જે તમે નીચે જોઈ શકો છો.

USATODAY | ARCHIVE

તેમજ ચેકેર્સ દ્વારા આ મહિલા કર્મચારીને વિડિયો વાયરલ થયા બાદ નોકરીમાંથી પણ કાઢી મુકવામાં આવી હતી. જે અંગેની માહિતી આપતો અહેવાલ FOX NEWS દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

FOX NEWS | ARCHIVE

PART – 02

ત્યારબાદ અમે બીજા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો મલેશિયાની રાજધાની કુઅલા-લુમપુરમાં આવેલા કેએલ રેસ્ટોરન્ટનો છે. જેની માહિતી આપતો અહેવાલ THESTAR.COM  નામની વેબસાઈટ દ્વારા આપવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, ત્યાની સ્થાનિક સરકારી સંસ્થા DBKL દ્વારા આ અંગેની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. જે માહિતી આપતો અહેવાલ THE COVERAGE નો તમે નીચે જોઈ શકો છો. 

THE COVERAGE | ARCHIVE

PART – 03

ત્યારબાદના વિડિયોનો સ્કિનશોટ લઈ અને જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને મળેલા પરિણામો પરથી જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો નવેમ્બર 2018નો છે. જાન્યુઆરી 2019માં આ વિડિયો કેલેફોનિયાના નામે વાયરલ થયો હતો. 25 જાન્યુઆરી 2019ના Blockcluchicago ના આર્ટીકલમાં સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, આ વિડિયો જયોર્જિયાના લોવાનિયામાં આવેલા રેસ્ટોરન્ટનો છે. જે તમે નીચે વાંચી શકો છો.

BLOCKCLUBCHICAGO | ARCHIVE

જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને WNEGRADIOનો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર આ વિડિયો વાયરલ થયા બાદ આ સ્ટોર બંધ થઈ ગયો હતો. જે 21 નવેમ્બરના ફરી લોકો માટે ઓપન થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

WNEGRADIO | ARCHIVE

PART – 04

ત્યારબાદના વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો તો એક વર્ષથી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પરંતુ તેમાં ક્યાંય પણ આ વિડિયો મેકડોનલ્ડનો હોવાનું જણાવવામાં આવ્યુ નથી. 

ACEMIKAMERA | ARCHIVE

આ વિડિયમાં જ તે રેસોટરન્ટનું નામ આપવામાં આવ્યુ છે. જેમાં ક્યાંય પણ મેકડોન્લ્ડના નામનો ઉલ્લેખ થતો નથી. જે તમે નીચે જોઈ શકો છો. 

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા તમામ વિડિયો ભારત બહારના છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા 4 વિડિઓ ભારત બહારના છે અને ઘણા જુના છે. તેમજ 1 વિડિઓને બાદ કરતા 3 વિડિઓ અન્ય રેસ્ટોરન્ટના છે.

Avatar

Title:જૂદા-જૂદા રેસ્ટોરન્ટના વિડિયોને મેકડોન્લ્ડના નામે વાયરલ કરવામાં આવી રહ્યા…. જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False