હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પિરામિડ જેવી રચના પર બનાવેલ પાટા ઉપર જતી ટ્રેન દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે, “ઇઝરાયેલમાં ચાલતી રેલવે સિસ્ટમની એન્જિનિયરિંગનો આ વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયો ગેમ માંથી બનાવવામાં આવેલા વિડિયોને સોશિયલ મિડિયા યુઝર્સ દ્વારા ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારની વાસ્તવિક રેલ્વે સિસ્ટમ ઇઝરાયેલમાં અસ્તિત્વ ધરાવતી નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Krunal Vankawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 01 નવેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઇઝરાયેલમાં ચાલતી રેલવે સિસ્ટમની એન્જિનિયરિંગનો આ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોતા તેમાં નીચેની તરફ યુટ્યુબના લોગો સાથે "Daffa Railfans ID" લખેલુ વાંચવા મળ્યુ હતુ.

જે કીવર્ડના આધારે અમે યુટ્યુબ પર સર્ચ કરતા અમને યુટ્યુબ પર આ(Daffa Railfans ID) નામની ચેનલ પ્રાપ્ત થઈ હતી. જેમાં આ વિડિયો 21 સપ્ટેમ્બર 2021ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, "બધા વિડિયોઝ ઓન્લી હેપેન્સ ઇન ધ ગેમ" તેમજ વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “2019 ટ્રેન સિમ્યુલેટર ગેમ" માંથી વિડિયો શેર કરવા માટે બનાવવામાં આવી છે.

વિડિયોના શીર્ષકમાં પિરામિડ ક્લાઇમ્બિંગ ટ્રેન લખ્યુ છે. પિરામિડમાં ચડતી ટ્રેન જ્યારે વર્ણનમાં ઇન્ડોનેશિયન ભાષામાં લખાયેલું છે, જેનું ભાષાંતર થાય છે - "બધા વિડિયો ગેમ્સમાં હોય છે."

અમને જાણવા મળ્યું છે કે YouTube ચેનલ "Daffa Railfans ID" ના એકાઉન્ટ સેક્શને સ્પષ્ટ કર્યું છે કે આ ચેનલ "2019 Train Simulator Game"ના વિડિયો શેર કરવા માટે બનાવવામાં આવી છે.

વિડીયો જોતા આપણને ખબર પડે છે કે ટ્રેનના એન્જીનમાં "KAI" નો લોગો છે. તેને શોધવા પર, જાણવા મળ્યું કે KAI એ ઇન્ડોનેશિયાની રેલ્વે કંપની છે Kereta api Indonesia જે ઇન્ડોનેશિયામાં જાહેર રેલ્વેની એકમાત્ર ઓપરેટર છે. વાયરલ વીડિયોમાં જોવા મળેલી ટ્રેનની ડિઝાઈન અને ઈન્ડોનેશિયન રેલવે કંપનીના લોગોમાં અમને સમાનતા જોવા મળે છે.

તેમજ અમે વાયરલ દાવામાં જણાવવામાં આવેલા સ્થાનો માટે કીવર્ડ સાથે શોધ કરતા અમને ઈઝરાયેલમાં ઉર્પારા અથવા બેગન જારા નામનું કોઈ સ્થાન મળ્યું નથી. અમને ઇઝરાયેલમાં હાજર પિરામિડ રેલ્વે ટ્રેક/બ્રિજ વિશે માહિતી આપતો કોઈ કોઈ અહેવાલ પણ મળ્યો ન હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિડિયો ગેમ માંથી બનાવવામાં આવેલા વિડિયોને સોશિયલ મિડિયા યુઝર્સ દ્વારા ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારની વાસ્તવિક રેલ્વે સિસ્ટમ ઇઝરાયેલમાં અસ્તિત્વ ધરાવતી નથી.

Avatar

Title:શું ખરેખર ઈઝરાયલમાં ચાલતી રેલવે ટ્રેનની સિસ્ટમનો આ વિડિયો છે...?

Fact Check By: Yogesh Karia

Result: False