પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો પુલવામા હુમલાનો નહીં પરંતુ વર્ષ 2007 માં ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો છે.

પુલવામામાં સૈનિકો પર થયેલા હુમલાને 14 ફેબ્રુઆરી 2024 ના રોજ 5 વર્ષ પૂરા થયા હતા. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વીડિયો પુલવામા ખાતે થયેલા હુમલાનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ફેબ્રુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો પુલવામા ખાતે થયેલા હુમલાનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો વર્ષ 2008 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે.

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો tom jones નામના યુટ્યુબ યુઝર દ્વારા 22 ઓક્ટોમ્બર, 2007 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, અમેરિકન કોન્વોય પર રોડ સાઈડમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો આ વીડિયો છે.

આજ વીડિયોને અન્ય કેટલાક યુટ્યુબ યુઝર દ્વારા પણ અપલોડ કરવામાં આવ્યો હતો. એક યુટ્યુબ યુઝર દ્વારા આ વીડિયોને Truck Bomb તેમજ અન્ય એક યુઝર દ્વારા આ વીડિયોને 2 સપ્ટેમ્બર, 2007 ના રોજ ઈરાક ખાતે સૈન્ય અડ્ડાની બહાર થયેલા બોમ્બ બ્લાસ્ટની માહિતી સાથે શેર કરવામાં આવ્યો હતો.

મેકક્લેચ અખબારના જણાવ્યા અનુસાર તાજિયામાં 2 સપ્ટેમ્બર, 2007 ના રોજ ઇરાકી પોલીસ ભરતી કેન્દ્રમાં આત્મઘાતી કાર બોમ્બ ફૂટ્યો હતો. જેમાં બે સૈનિકો માર્યા ગયા હતા અને આઠ સૈનિકો ઘાયલ થયા હતા. આ સિવાય વીડિયોને ધ્યાનથી જોતાં એ માલૂમ પડે છે કે, આ વીડિયો 2 સપ્ટેમ્બર, 2007 ના સાંજે 4 વાગ્યે બનેલી ઘટનાનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે મૂકવામાં આવેલો વીડિયો પુલવામા હુમલાનો નહીં પરંતુ વર્ષ 2007 માં ઈરાકમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ઈરાકમાં વર્ષ 2007માં થયેલા બોમ્બ ધડાકાના વીડિયોને પુલવામા હુમલાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો...

Written By: Frany Karia

Result: False